in ,

પાલીતાણા નજીક આદિપુર તળાવમાં ડુબી જતા બે યુવાનના મોત

  • આઈટીઆઈના 10 વિદ્યાર્થી ગયા હતા નહાવા
  • બન્ને યુવાનોના મૃતદેહ બહાર કઢાયાં

ભાવનગરઃ પાલિતાણા નજીક આવેલા આદિપુર તળાવમાં સ્નાન કરવા ગયેલા બે યુવાનોના ડુબી જતા મોત થયા હતા. બન્ને યુવાનો આઈટીઆઈમાં અભ્યાસ કરતા હતા અને મિત્રો સાથે તળાવમાં નહાવા ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણા આઈટીઆઈમાં અભ્યાસ કરતા 10 જેટલા યુવાનો આદિપુર તળાવ ફરવા ગયા હતા. ત્યારે તમામ યુવાનો તળાવમાં નહાવા પડ્યાં હતા. દરમિયાન જીજ્ઞેશ ગોસ્વામી અને ચિરાગ મકવાણા નામના બે યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી તેમની સાથે આવેલા યુવાનોએ મદદ માટે બુમાબુમ કરી હતી. આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં છલાંગ લગાવીને બન્ને યુવાનોની શોધખોળ આરંભી હતી. ભારે જહેમદ બાદ બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બન્ને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. મૃતક જીજ્ઞેશ ગોસ્વામી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો કાર્યકર હતો. તળાવમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ તિહાડ જેલ પહોચ્યાઃ ચિદમ્બરમ સાથે કરી મુલાકાતે

યૂપી-છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન શરુ