1. Home
  2. ગુજરાતી
  3. UAPA કાનૂન હેઠળ મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદ આતંકી જાહેર
UAPA કાનૂન હેઠળ મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદ આતંકી જાહેર

UAPA કાનૂન હેઠળ મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદ આતંકી જાહેર

0
  • UAPA એક્ટ હેઠળ આતંકી જાહેર કરાયા
  • આ ચારેય આતંકી વિરુદ્વ રેડ કોર્નર નોટિસ
  • યાદીમાં ટૂંકમાં અન્ય આતંકીઓ સામેલ થશે

મોદી સરકારે અનલોફૂલ એક્ટિવિટિઝ પ્રીવેન્શન એક્ટ (UAPA) હેઠળ મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકિર ઉર રહેમાન અને હાફિઝ સઇદને આતંકવાદી જાહેર કર્યા છે. આ બધા વિરુદ્વ રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઇ છે.

જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહર પર ભારતમાં પાંચ આતંકી હુમાલાને અંજામ આપવાનો આરોપ છે. આ જ વર્ષે મે માસમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો હતો.

કેન્દ્રની મોદી સરકારે 17મી લોકસભાના પહેલા સત્રમાં અમિત શાહે 8 જુલાઇના રોજ UAPA બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. બન્ને સદનોમાં આ બિલ પસાર થયું હતું. બિલ હેઠળ હવે કેન્દ્ર સરકાર પાસે કોઇપણ વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરવાનો અને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે. બિલ હેઠળ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોય તેવા કોઇપણ શખ્સને સરકાર આતંકી ઘોષિત કરી શકે છે.

હવે તેઓનું નામ આ સૂચિમાં આવ્યા બાદ તેઓ વ્યક્તિગત રીતે પણ સૂચિમાં શામેલ થશે. આગામી દિવસોમાં વધુ કેટલાક કુખ્યાત આતંકીઓના નામ સામેલ થશે.

બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલ વિશે કહ્યું હતું કે આતંકવાદીઓને વ્યક્તિગત રીતે ચિન્હિંત કરવા મહત્વપૂર્ણ છે. કારણ કે એવું ઘણીવાર બની ચૂક્યું છે કે જ્યારે કોઇ આતંકી સંગઠન પર પ્રતિબંધ લાગે છે ત્યારે તેઓ અલગ નામથી સંગઠન બનાવી લે છે. જો કે વિપક્ષે તેનો એમ કરીને વિરોધ કર્યો હતો કે કાનૂન સરકારને કોઇપણ શખ્સને આતંકી ઘોષિત કરવાનો અધિકાર આપે છે જેનાથી તેનો દુરુપયોગ પણ થઇ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.