1. Home
  2. revoinews
  3. આત્મનિર્ભર ભારત હેઠળ UC બ્રાઉઝરનું ભારતીય વિક્લપ iC બ્રાઉઝર લોન્ચ – લાખો લોકોએ કર્યું ડાઉનલોડ
આત્મનિર્ભર ભારત હેઠળ UC બ્રાઉઝરનું ભારતીય વિક્લપ iC બ્રાઉઝર લોન્ચ – લાખો લોકોએ કર્યું ડાઉનલોડ

આત્મનિર્ભર ભારત હેઠળ UC બ્રાઉઝરનું ભારતીય વિક્લપ iC બ્રાઉઝર લોન્ચ – લાખો લોકોએ કર્યું ડાઉનલોડ

0
  • આત્મનિર્ભર ભારત હેઠળ UC બ્રાઉઝરનું ભારતીય વિક્લપ  લોન્ચ
  • iC બ્રાઉઝર  લાખો લોકોએ કર્યું ડાઉનલોડ
  • ટાટા કંપનીના પૂર્વ કર્મીએ આ એપ્લિકેશન બનાવી
  • અડધો કરલાકમાં જ 4 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી

આત્મ નિર્ભર ભઆરત મિશન હેઠળ ટાટા કંપનીના પૂર્વ કર્મચારીએ પીએમમોદીના સંસદીય ક્ષેત્ર બનારસમાં ભારતનું પહેલું સ્વદેશી બ્રાઉઝર લોન્ચ કરવામાં આવ્યું છે, આઈસી બ્રાઉઝર લોન્ચ કર્યાના થોડાજ કલાકોમાં 4 લાખથી પણ વધુ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું છે, ચીનનું યુસી બ્રાઉઝરના વિકલ્પ તરિકે ભારતીય આઈસી બ્રાઉઝર શ્રેષ્ઠ વિકલ્પ બનીને સામે આવ્યું છે.

આઇસી બ્રાઉઝર એપ્લિકેશન સોફટવેર એન્જિનિયર અર્પિત શેઠ દ્વારા વિકસાવવામાં આવી છે જેઓ મલ્ટી નેશનલ કંપની ટીસીએસમાં ઘણાં વર્ષોથી કાર્યરત હતા. અર્પિત આ અંગે કહે છે, “ભારતની ચીની એપ્લિકેશનોથી ડેટા ચોરીની ઘટનાઓને રોકવા માટે, આઈસી બ્રાઉઝર એપ્લિકેશન બનાવવામાં આવી છે.તનું સર્વર ભારતમાં જ હોવાને કારણે ડેટા લીક થવાની કોઈ પણ સંભાવના નથી. અમારા માટે તે ખૂબ જ ગૌરવની વાત છે કે, 4 લાખથી વધુ લોકોએ આ એપ્લિકેશન લોંચ થયાના અડધા કલાકમાં જ ડાઉનલોડ કરી છે. ”

જાણો ic બ્રાઉઝરની ખાસિયતો

  • આઈસી બ્રાઉઝરની વિશેષતા એ છે કે આમા ડેટા સ્ટોર નથી થતા જેના કારણે માહિતી લીક થવાની શક્યતાઓ જ નથી
  • આઈસી બ્રાઉઝરમાં એક ખાસ શોર્ટ વીડિયો ફિચર જોડવામાં આવ્યું છે, જે ટિકટોકને પછાળી રહ્યું છે,જેમાં યૂઝર્સને સરળ ઈન્ટરફેસ મળી રહી છે, જેના થકી યૂઝર્સ  વીડિયોને ક્રિએટ.એડીટ અને શેર પણ કરી શકે છે
  • યૂઝર્સ સરળતાથી આ શઓર્ટ વીડિયોને ઉપર અને નીચે સ્વિપ કરીને જોઈ શકે છે. તેમજ શોર્ટ ન્યૂઝ ફિચર દ્વારા યુઝર્સને વિશ્વભરના સમાચાર પ્રથમ મળી શકે છે.
  • તેનું સર્વર ભારતમાં જ હોવાના કારણે માહિતી લીક થવાની શક્યતાઓ નથી, જેથી તે સુરક્ષિત છે
  • દેશભરના લોકપ્રિય વીડિયોને આ બ્રાઉધર દ્વારા જોઈ શકાશે
  • શોર્ટ વીડિયો બનાવી તેને શેર અને એડિટ પણ કરી શકાય છે
  • દેશભરના અને દુનિયાભરના સમાચારો પ્રથમ મેળવી શકાય છે
  • બ્રાઉઝિંગની સ્પીડ પણ વધુ છે
  • આ એપ થકી શઓપિંગ પણ કરી શકાય છે
  • એપ સ્વદેશી એપ છે,જે ભારત થકી જ નિર્માણ કરવામાં આવી છે

સાહીન-

LEAVE YOUR COMMENT