1. Home
  2. Political
  3. ઉમા ભારતીનો કોંગ્રેસ પર હુમલો : ‘સમ્માન મેળવવા માટે ફિરોઝે પોતાના નામમાં ગાંધી જોડયું’
ઉમા ભારતીનો કોંગ્રેસ પર હુમલો : ‘સમ્માન મેળવવા માટે ફિરોઝે પોતાના નામમાં ગાંધી જોડયું’

ઉમા ભારતીનો કોંગ્રેસ પર હુમલો : ‘સમ્માન મેળવવા માટે ફિરોઝે પોતાના નામમાં ગાંધી જોડયું’

0

સાગર: જેમ-જેમ લોકસભા ચૂંટણી 2019નો તબક્કો આગળ વધી રહ્યો છે. પ્રચારમાં લાગેલા નેતાઓની જીભેથી સતત વિવાદીત નિવેદનો થતા રહે છે. તાજેતરનો મામલો મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે, જ્યાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પણ આવું એક નિવેદન આપ્યું છે. ઉમા ભારતી ભાજપના ઉમેદવાર રાજબહાદૂર સિંહ માટે વોટ માંગવા માટે આવ્યા હતા. મંચ પરથી પોતાના સંબોધનમાં ઉમા ભારતીએ કહ્યું છે કે કોંગ્રેસમાં ગાંધી અટક મહાત્મા ગાંધીથી નહીં, પણ ફિરોઝ ગાંધીથી આવી છે. ફિરોઝના પંડિત નહેરુ સાથે સારા સંબંધો ન હતા. તેમને આ અટકનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. પરંતુ તેમણે વિચાર્યું કે ગાંધી અટક લગાવવાથી તેમને સમ્માન મળશે. માટે તેમણે તેને પોતાના નામની આગળ લગાવ્યું છે. પરંતુ સચ્ચાઈ એ છે કે વાસ્તવમાં પીએમ મોદી જ એકલા એવા વ્યક્તિ છે કે જે યોગ્ય અર્થમાં મહાત્મા ગાંધીના પદચિન્હો પર ચાલે છે.

ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આ સમયે બેહદ ભાવુક થઈ ગયા કે જ્યારે તેઓ અહીં કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીના નિવાસસ્થાને તેમને મળવા માટે ગયા હતા. તે વખતે તેઓ ઉમા ભારતીને ગળે મળીને રડવા લાગ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા, ઉમા ભારતીને મળવા તેમના શ્યામલા હિલ્સ ખાતેના સરકારી બંગલા પર સોમવારે સવારે પહોંચ્યા હતા. અહીં ગાડીમાંથી ઉતરતા જ તેઓ ઉમા ભારતીને વળગીને રડયા અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.

બંને ભગવાધારી સાધ્વીઓના આ ભાવુક મિલનને ત્યાં રહેલા ઘણાં લોકોએ જોયું. ઉમા ભારતીએ સાધ્વી પ્રજ્ઞાને ઘણી વાર સુધી ગળે લગાવી રાખ્યા અને તેમના ગાલ તથા માથાને ચુંબન કર્યું, તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બાદમાં ઉમા ભારતીએ પ્રજ્ઞાને મીઠું મોઢું કરાવ્યું હતું.

આ પ્રસંગે ઉમા ભારતીએ મીડિયાને કહ્યું હતું કે જે દિવસે દીદી મા- પ્રજ્ઞાની ઉમેદવારીની ઘોષણા થઈ તે દિવસે એ નક્કી થઈ ગયું કે ભોપાલમાં ભાજપ પ્રચંડ મતોની સાથે ચૂંટણી જીતી રહ્યું છે. પાર્ટી જેવું કહેશે તેવું કરીશ. મને તો લાગી રહ્યું છે, તે તો પહેલા દિવસથી ચૂંટણી જીતી ગયા છે. અમે લોકો તો અમારી ખુશી માટે ખુદને સાર્થક સમજવા માટે તેમના માટે વોટ માંગી રહ્યા છીએ.
તેઓ તો ચૂંટણી જીતી ચુક્યા છે. ભાજપે ભોપાલ લોકસભા બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞાને કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ સામે પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભોપાલ ભાજપનો ગઢ રહ્યું છે અને અહીં ત્રણ દશકથી ભાજપનો સતત કબજો છે. આ વખતે કોંગ્રેસે ભાજપને પડકાર ફેંકવા માટે પોતાના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

LEAVE YOUR COMMENT