1. Home
  2. Political
  3. પાકિસ્તાની આતંકી હાફિઝ સઈદને યુએનનો આંચકો, પ્રતિબંધિત યાદીમાંથી હટાવવાનો ઈન્કાર
પાકિસ્તાની આતંકી હાફિઝ સઈદને યુએનનો આંચકો, પ્રતિબંધિત યાદીમાંથી હટાવવાનો ઈન્કાર

પાકિસ્તાની આતંકી હાફિઝ સઈદને યુએનનો આંચકો, પ્રતિબંધિત યાદીમાંથી હટાવવાનો ઈન્કાર

0

સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધની વ્યવસ્થા હેઠળની યાદીમાંથી હટાવવાની જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદની અપીલને નામંજૂર કરી છે. સરકારી સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રે હાફિઝ સઈદને કહ્યુ છે કે પ્રતિબંધ યથાવત રાખવા માટે એક તાર્કિક અને વિશ્વસનીય આધાર સાબિત કરવા માટે પુરતી માહિતી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનને બાદ કરતા ભારત, ફ્રાંસ, અમેરિકા અને બ્રિટને હાફિઝ સઈદની અપીલનો વિરોધ કર્યો હતો.

આ પહેલા પાકિસ્તાને બુધવારે પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં ઝડપ લાવતા મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદની આગેવાનીવાળા જમાત ઉદ દાવા અને તેની શાખા ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંબંધિત ઘણી મદરસાઓ અને તેની મિલ્કતોને પોતાના કબજામાં લીધી છે.

મંગળવારે પાકિસ્તાને જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશનને ઔપચારીકપણે પ્રતિબંધિત યાદીમાં નાખ્યા હતા. તેના પછી આ પ્રતિબંધિત સંગઠનોની મિલ્કતોને જપ્ત કરી હતી. મંગળવારે સંશોધિત કરવામાં આવેલી પાકિસ્તાનના રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી ઓથોરિટીની યાદી પ્રમાણે, જમાત ઉદ દાવા અને એફઆઈએફ, આંતકવાદ વિરોધી કાયદા-જ1997 પ્રમાણે પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધિત 70 સંગઠનોમાં સામેલ છે.

પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ પ્રમાણે, એનએપી હેઠળ કાયદો લાગુ કરનારી એજન્સીઓ દ્વા શરૂ કરવામાં આવેલી તાજેતરની મુહિમ પ્રમાણે પ્રતિબંધિત જમાત ઉદ દાવા અને એફઆઈએફ સાથે સંબંધિત મદરસાઓ અને મિલ્કતને પાકિસ્તાનની સરકારે પોતાના કબજા હેઠળ લઈ લીધી છે. તેના પ્રમાણે, પંજાબ પ્રાંતના અધિક મુખ્ય સચિવની વીડિયો લિંક દ્વારા કમિશનરો અને સંભાગીય પોલીસ પ્રમુખો સાથે થયેલી બેઠક બાદ ચકવાલ અને અટક જિલ્લાઓમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઓને આવી મિલ્કતોને પોતાના નિયંત્રણમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT