1. Home
  2. ગુજરાતી
  3. સુશાંતના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમની ભાભીનું બિહારમાં નિધન
સુશાંતના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમની ભાભીનું બિહારમાં નિધન

સુશાંતના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમની ભાભીનું બિહારમાં નિધન

0
  • સુશાંતસિંહ રાજપૂતની ભાભીનું બિહારમાં નિધન
  • એક્ટરના નિધનથી તેની ભાભીને લાગ્યો આઘાત
  • સુશાંતના નિધનના સમાચાર સાંભળી તેની ભાભીએ છોડી દીધું હતું ખાવા – પીવાનું

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું છે. ખરેખર, 14 જૂને જ્યાં એક્ટર તેના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના નિધનથી આખું બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સાથે – સાથે સામાન્ય જનતાને પણ ઝટકો લાગ્યો હતો. તો હાલમાં એક સમાચાર સામે આવ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતનાં પિતરાઇ ભાઇની પત્નીનું પણ બિહારમાં નિધન થયું છે. જાણકારી મુજબ જે સમયે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, તે જ સમયે તેની ભાભીનું પણ નિધન થયું હતું.

સુશાંત સિંહ રાજપૂતની ભાભી સુધા દેવીને એક્ટરના નિધનથી આઘાત લાગ્યો હતો. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના અકાળ નિધન અંગેની જાણ થતાં સુધા દેવીએ ખાવા – પીવાનું બંધ કરી દીધું હતું. સુશાંત સિંહ રાજપૂત તેના પરિવારની ખૂબ નજીક હતો. જ્યારે એક્ટરના પિતાને ફોન પર તેમના નિધન વિશેની જાણ થઈ ત્યારે તે પણ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. ગઈ કાલે મુંબઈમાં એક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેના માટે તેનો પરિવાર પટણાથી મુંબઇ આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં કૃિતિ સેનન, રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, વિવેક ઓબોરોઈ અને વરૂણ શર્મા જેવા ઘણા કલાકારો જોડાયા હતા.

સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. એક્ટરના કરીયરની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂતે ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તે ઝી ટીવી પરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં પણ જોવા મળ્યો હતો. ‘પવિત્ર રિશ્તા’ જેવી સિરિયલથી લોકોનું દિલ જીતનારા આ એક્ટરએ પછી ઝલક દિખલા જામાં પોતાના અંદાજથી લોકોનું દિલ જીતી લીધું હતું. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કાય પો છે થી બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.