1. Home
  2. Regional
  3. ઊંઝા માર્કેટયાર્ડમાં MLA ડો. આશાબેન પટેલના સમર્થક દિનેશ પટેલની પેનલની જીત
ઊંઝા માર્કેટયાર્ડમાં MLA ડો. આશાબેન પટેલના સમર્થક દિનેશ પટેલની પેનલની જીત

ઊંઝા માર્કેટયાર્ડમાં MLA ડો. આશાબેન પટેલના સમર્થક દિનેશ પટેલની પેનલની જીત

0

મહેસાણાઃ ઉત્તર ગુજરાતની સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આજે સોમવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપના સિનિયર નેતા નારણભાઈ પટેલના પુત્ર ગૌરાંગ પટેલની પરાજય થઈ હતી. જ્યારે ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના સમર્થિત દિનેશ પટેલની પેનલની જીત થઈ હતી. વર્ષોથી ઊંઝા એપીએમસીમાં નારણભાઈ પટેલનો દબદબો રહ્યો છે.

ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથ વચ્ચે માર્કેટયાર્ડ કબજે કરવા મેદાને પડ્યા હતા. સત્તાધારી પક્ષ ગૌરવ પટેલ સત્તા જાળવી રાખવા વિશ્વાસ પેનલ અને ભાજપના જ ધારાસભ્ય આશાબેનના સમર્થક દિનેશ પટેલ વિકાસ પેનલના કુલ 22 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. રવિવારે માર્કેટયાર્ડના વિવિધ વિભાગની ચૂંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગમાં 100 ટકા, વેપારી વિભાગમાં 94.11 ટકા મતદાન થયું હતું.

ઊંઝા માર્કેયયાર્ડની ચૂંટણીમાં ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ થયા બાદ આજે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડો. આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલ જીત મેળવી હતી. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ હતી. દિનેશ પટેલના સમર્થકોએ જીતનારને ફૂલહાર કરીને ઉપાડીને તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. વર્ષોથી ઊંઝા માર્કેટ યાર્ડમાં નારાણભાઈ અને તેમના પુત્રનો દબદબો રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝા માર્કેટયાર્ડની મતદાર યાદીને લઈને મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

LEAVE YOUR COMMENT