1. Home
  2. Regional
  3. ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલનું કોંગ્રેસને આવજો, ભાજપમાં જોડાય તેવી શક્યતા
ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલનું કોંગ્રેસને આવજો, ભાજપમાં જોડાય તેવી શક્યતા

ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલનું કોંગ્રેસને આવજો, ભાજપમાં જોડાય તેવી શક્યતા

0

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝાના કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું  આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. આશાબહેને  ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને  પોતાનું રાજીનામું મોકલી આપતા ભાજપમાં જોડાય રહ્યાની ચર્ચા જાગી છે. તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બંધ બારણે ગોષ્ઠિ કર્યા બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની અટકળો વહેતી થઈ હતી. ત્યારે આજે આશાબેન પટેલના રાજીનામાંથી રાજકીય માહોલ ગરમાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણાના ઊંઝા તાલુકો ભાજપનો વર્ષોથી ગઢ ગણાય છે. પણ પાટીદાર અનામત આંદોલનને કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખમતીધર નેતાને હરાવીને કોંગ્રેસના આશાબેન પટેલ ચૂંટાય આવ્યા હતા. આશાબેન પટેલને ઘણા સમયથી ભાજપમાં જાડાવવા સમજાવવામાં આવી રહ્યા હતા.આશાબેન પટેલે રાજીનામાંનો પત્ર કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયી હતા. આશાબેનના સમર્થકોએ એવો દાવો કર્યો હતો કે, તેઓ અંગત કારણોનાં લીધે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યાં છે. આ અંગે પાટણના કોંગ્રેસનાં ધારાસભ્ય, કિરીટ પટેલે જણાવ્યું હતું કે,   ‘મારે આશાબહેન સાથે કોઇ કોન્ટેક થયો નથી. મેં તેમની  સાથે સંપર્ક કરવા  પ્રયાસો કર્યા પરંતુ થયો નથી. સંપર્ક થયા પછી જ સાચું કારણ સામે આવી શકે છે કે તેઓ રાજીનામું આપી રહ્યાં છે કે નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે, મહેસાણાનાં પટેલ સમાજનાં નેતા અને કોંગ્રેસના અગ્રણી જીવાભાઈ પટેલ થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા.. તેઓ ગત વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની સામે લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. હવે ઉત્તર ગુજરાતનાં બીજા પટેલ નેતા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. એક તરફ જ્યાં કોંગ્રેસ ગુજરાતમાં સબ-સલામતનાં દાવા કરે છે અને બીજી તરફ તેમનાં ધારાસભ્યો પક્ષથી નારાજ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે આશાબહેન ઉપરાંત પણ અનેક ધારાસભ્યો બીજેપી સાથે વાતો કરી રહ્યાં છે.

મહત્વનું છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આશાબહેનને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યાં હતાં.

LEAVE YOUR COMMENT