1. Home
  2. Political
  3. ભાજપના પ્રવક્તા શાઈના એનસીએ પોતાની પાર્ટીની ટીકા કરી, મોદી વિરોધી મમતા બેનર્જીને વખાણ્યા!
ભાજપના પ્રવક્તા શાઈના એનસીએ પોતાની પાર્ટીની ટીકા કરી, મોદી વિરોધી મમતા બેનર્જીને વખાણ્યા!

ભાજપના પ્રવક્તા શાઈના એનસીએ પોતાની પાર્ટીની ટીકા કરી, મોદી વિરોધી મમતા બેનર્જીને વખાણ્યા!

0

મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા શાઈના એનસીએ કહ્યું છે કે તેઓ નિરાશ છે કે તેમની પાર્ટી સહીતના મોટાભાગના રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણીમાં મહિલાઓને વધારે પ્રતિનિધિત્વ આપ્યું નથી.

ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તથા બીજેડીના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકના ભાજપના પ્રવક્તા શાઈના એનસીએ વખાણ કર્યા છે. શાઈના એનસીએ કહ્યું છે કે અન્ય પક્ષોને જગાડવાની જરૂરત છે, કારણ કે તેઓ મહિલાઓના હિતને લઈને માત્ર નિવેદનબાજી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બંને નેતાઓએ અનુક્રમે 33 ટકા અને 41 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.

મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષો દ્વારા માત્ર 13 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. શાઈના એનસીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે યોગ્યતાને અવસરની જરૂરત હોય છે. પ્રતિભા દર્શાવવાની જરૂરત છે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું છે કે વિભિન્ન રાજકીય પક્ષોની મોટાભાગની મહિલા ઉમેદવારોને તક આપવી જોઈએ, જેથી અમે અમારી ચૂંટણીલક્ષી ક્ષમતાને દર્શાવી શકીએ. તમામ પક્ષોએ જાગવાની જરૂરત છે.

મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપે સાત મહિલા ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ત્રણ અને એનસીપી તથા શિવસેનાએ એક-એક મહિલા ઉમેદવારને રાજ્યમાંથી લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.

LEAVE YOUR COMMENT