1. Home
  2. Political
  3. એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરનું કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ગુલદસ્તો આપીને કર્યું સ્વાગત
એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરનું કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ગુલદસ્તો આપીને કર્યું સ્વાગત

એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરનું કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ગુલદસ્તો આપીને કર્યું સ્વાગત

0

ચૂંટણીના માહોલમાં એક પછી એક ઘણાં ફિલ્મ કલાકારો પોલિટિકલ પાર્ટીઓમાં સામેલ થઈ રહ્યા હોવાના મીડિયા અહેવાલો રોજબરોજ સામે આવી રહ્યા છે. આ કડીમાં બોલીવુડની આકર્ષક અભિનેત્રીઓમાં સામેલ રહેલી અને છેલ્લા ઘણાં વખતથી ફિલ્મોમાં ઓછી દેખાતી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ છે. મહત્વપૂર્ણ છે કે ઉર્મિલા માતોંડકર 90ના દાયકાની મશહૂર અભિનેત્રી છે. છેલ્લા ઘણાં દિવસોથી તેના રાજકારણમાં આગમનની ઘડીઓ ગણાઈ રહી હતી.

અટકળો લગવાઈ રહી છે કે હવે આગામી લોકસભા ચૂંટણીમાં ઉર્મિલા માતોંડકર મુંબઈ નોર્થ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મુંબઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સંજય નિરૂપમ ઉર્મિલા સાથે સંપર્કમાં હતા. પહેલા જ કહેવામાં આવતું હતું કે થોડાક દિવસોમાં આના સંદર્ભે એલાન થવાની શક્યતા છે. ઉર્મિલાએ 1983માં આવેલી ગુલઝારની ફિલ્મ માસૂમમાં બાળકલાકાર તરીકેની ભૂમિકા સાથે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. માસૂમ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકર પર ફિલ્માવાયેલું ગીત લકડી કી કાઠી કાઠી પે ઘોડા- ઘણું લોકપ્રિય બન્યું હતું.

મુંબઈની છ લોકસભા બેઠકો પર 29 એપ્રિલે વોટિંગ થવાનુ છે. ઉર્મિલાના પાર્ટીમાં સામેલ કરવાનો ઉદેશ્ય એ છે કે તેના મરાઠી હોવાનો પુરો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. તેવામાં કોંગ્રેસ દ્વારા ઉર્મિલાને ટિકિટ આપવામાં આવશે, તો તેનો મુકાબલો ભાજપના ગોપાલ શેટ્ટી સાથે થવાની શક્યતા છે. ગોપાલ શેટ્ટી મુંબઈના કદ્દાવર નેતાઓમાં ગણતરી પામે છે.

90ના દશકની ટોચની અભિનેત્રીઓમાંથી એક ઉર્મિલા માતોંડકરે 2016માં નિકાહ કર્યા હતા. એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે કાશ્મીરી બિઝનસમેન મીર મોહસીન અખ્તરને લાંબો સમય ડેટ કર્યા બાદ તેની સાથે નિકાહ કર્યા હતા.

LEAVE YOUR COMMENT