1. Home
  2. ગુજરાતી
  3. હવે યુ.એસ ચીન વિરૂદ્ધ ભારતને આપશે સાથ, ભારતમાં અમેરિકન આર્મીનું થશે ડિપ્લોયમેન્ટ
હવે યુ.એસ ચીન વિરૂદ્ધ ભારતને આપશે સાથ, ભારતમાં અમેરિકન આર્મીનું થશે ડિપ્લોયમેન્ટ

હવે યુ.એસ ચીન વિરૂદ્ધ ભારતને આપશે સાથ, ભારતમાં અમેરિકન આર્મીનું થશે ડિપ્લોયમેન્ટ

0
  • યુ.એસ. એશિયામાં સૈનિકોનું ડિપ્લોયમેન્ટ વધારશે
  • ‘પી.એલ.એ ભારત, વિયેટનામ માટે જોખમ ઉભું કર્યું છે’
  • યુ.એસ. સૈન્યના ડિપ્લોયમેન્ટમાં ફેરફાર

એશિયામાં ચીનના વધતા વર્ચસ્વ સામે હવે અમેરિકા પણ લડી લેવાના મૂડમાં છે. ચીનના આ વર્ચસ્વને ઓછું કરવા યુ.એસ યુરોપમાંથી તેની સેના ઘટાડશે અને તેને એશિયામાં તૈનાત કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીઓ એ કહ્યું કે ચીનના ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પ્રત્યે વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકા યુરોપમાં તેના સૈનિકો તૈનાતી ઘટાડશે અને તેમને યોગ્ય સ્થળે તૈનાત કરશે.

પોમ્પીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ચાઇનાની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના પગલા દર્શાવે છે કે ભારતની સામે પડકાર, વિએટનામ સામે ખતરો, મલેશિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનો પડકાર છે. અમે ખાતરી કરવા જઈ રહ્યા છે કે યુ.એસ આર્મી આ પડકારોનો સામનો કરવા માટે યોગ્ય રીતે તૈનાત રહે.

અમેરિકાનું આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ગલવાન ખીણમાં ચીન અને ભારત વચ્ચે હિંસક અથડામણ થઇ છે. પોમ્પીઓ એ ગત સપ્તાહે જ ચીની સૈન્યના ભારત વિરુદ્ધ ના પગલાં અને દક્ષિણ ચાઇના સમુદ્રને લશ્કરીકરણ માટે ચીનની ટીકા કરી હતી.

પોમ્પિયોએ કહ્યું હતું, “પીએલએ ભારત સાથે સરહદ વિવાદ વધાર્યો છે. જે વિશ્વની સૌથી મોટો લોકશાહી છે. જો કે દક્ષિણ ચીન સમુદ્રમાં લશ્કરીકરણ કરી રહ્યું છે. ત્યાં ગેરકાયદેસર રીતે કબજો મેળવે છે અને મહત્વપૂર્ણ દરિયાઇ માર્ગે પર ખતરો વધારી રહ્યું છે.

બ્રસેલ્સ ફોરમ 2020 માં વર્ચ્યુઅલ રીતે ભાગ લેતા, પોમ્પોએ કહ્યું કે અમે ખાતરી કરવા જઈ રહ્યા છીએ કે અમારી તૈનાતી એવી હોય કે અમે પીએલએ સાથે સ્પર્ધા કરી શકીએ. તેમણે કહ્યું કે અમને લાગે છે કે આ આપણા સમયનો પડકાર છે અને અમે તેની સાથે વ્યવહાર કરવા માટે તમામ સંસાધનો ઉપલબ્ધ રાખવાનો પ્રયત્ન કરીશું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.