1. Home
  2. ગુજરાતી
  3. શિયાળાની ઠરઠરતી ઋતુમાં તમારા ખોરાકમાં ઉપયોગ કરો આ ચીજ-વસ્તુંઓ – શરદી જેવા અનેક રોગોમાં ચોક્કસ થશે ફાયદા
શિયાળાની ઠરઠરતી ઋતુમાં તમારા ખોરાકમાં ઉપયોગ કરો આ ચીજ-વસ્તુંઓ – શરદી જેવા અનેક રોગોમાં ચોક્કસ થશે ફાયદા

શિયાળાની ઠરઠરતી ઋતુમાં તમારા ખોરાકમાં ઉપયોગ કરો આ ચીજ-વસ્તુંઓ – શરદી જેવા અનેક રોગોમાં ચોક્કસ થશે ફાયદા

0

સાહીન મુલતાની-

હાલ ઠંડીની સીઝન શરુ થઈ ચૂકી છે,સવાર સવારમાં બેડમાંથી બહાર આવતા પહેલા તો જાણે હિમ્મત એકઠી કરવી પડતી હોય છે, તેમાં પણ સવારે જાણે શરદી પીછો જ નથી છોડતી હોતી,દરેકને આ સમસ્યા રહેતી હોય છે કે, સવારે જાગો એટલે થોડા સમય નાક ગરતું જ રહે છે,બદલતી ઋતીની સાથે અનેક રોગો થવાની શક્યતાઓ પણ વઘી જાય છે, ત્યારે આવી ઠરઠરતી ઠંડીમાં કયા પ્રકારનો ખોરાક રોજીંદા ખાવામાં ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આવી સમસ્યાઓને આપણું શરીર પડકાર આપી શકે,તો ચાલો આ પ્રકારના ખોરાક વિશે થોડુ જાણી લઈએ.

શાકભાજીના સૂપ

દરરોજ સવારે તમારા નાસ્તામાં વેજીટેબલ સૂપનો ઉપયોગ કરો,જેમાં પાલક,ગાજર,બીટના સૂપ બનાવો.આ સુપમાં લસણ,આદુ અને મરી પાવડરનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરો,જેના કારણે તમને ગળામાં રાહત મળશે,તે ઉપરાંત શરદી થવાની શક્યતાઓ નહીવત રહેશે. વેજીટેબલ સૂપમાં મોટા પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડડન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ બને છે.

ગોળ

સામાન્ય રીતે ગોળની ગણતરી આપણે ગરમ ખોરાકમાં કરતા હોઈએ છીએ, ગોળ ખરેખર ગરમ હોવાથી ઠંડીની ઋતુમાં ખુબ જ ફાયદો કરે છે,ગોળમાં સેલેનિયમ જેવા એન્ટિ-ઓક્સિડન્ટ્સ સમાયેલા હોય છે,તે ઉપરાંત ગોળમાં એન્ટી-એલર્જિક ઘટકોનો સમાવેશ હોવાથી શ્વાસમાં થતી તકલીફોમાં તમને ચોક્કસ ફાયદો થશે,આ ઉપરાંત ગોળથી ગળું પણ સાફ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વઘે છે,જેથી કરીને તમારા ભોજનમાં શિયાળા દરમિયાન એક ગોળનો ટૂકડો ખાવાની આદત રાખો જે તમને તંદુરસ્ત બનાવવામાં મદદ કરશે.

આદુ,લસણ,ફુદીનો અને તુલસી

આદુ,લસણ,ફુદીનો અને તુલસી ચારેય વસ્તુ શરદીમાં ખુબ રાહત આપે છે, શરીરમાં થતા રોગો સામે રક્ષણ આપે છે,આદુ,તુલસી અને ફુદીનાનો ઉપયોગ આપણે સવારની ચા માટે કરી શકીએ છીએ,જેથી કરીને સવાર સવારમાં ઠંડીથી થતી શરદીમાં રાહત થશે,અને શરીરમાં રોગ સામે લડનાવી શક્તિ પુરતી મળી રહેશે,આપણે લસણની જો વાત કરીએ તો સૂપ હોય કે શાક દરેકને લસણથી વઘારીને ખાવાથી તમામ પ્રકારના રોગોથી રક્ષણ મેળવી શકાય છે.


આંમળા,લીંબુ,ટામેટા,મોંસબી

સામાન્ય રીતે આ ફળો ખાવથી આપણે એમ માનીએ છીએ કે શરદી થાય છે,કફ થાય છે,જ્યારે આ વાત ખરેખર સાચી નથી જ. મોસંબી, લીંબુ, નારંગી, આમળા, ટામેટા, જામફળ, જેવા ખાટાં ફળ જ્યારે આપણે પાણી ન પી શકીએ ત્યારે આ ફળો પાણીની જરુરિયાત પુરી પાડે છે, તેમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વઘારવાનું કાર્ય કેર છે અને શરીરને એનર્જી પુરી પાડે છે.

સવાર સવારનો કુમળો તડકો

સવારનો કુમળો તડકો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ થાય છે, તે ઉપરાંત તેમાંથી  વિટામિન ડી પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. દરરોજ સવારે 20 થી 30 મિનિટ સુધી સૂર્યના તડકામાં બેસવું જોઈએ.

પીવાનું પાણી

સામાન્ય રીતે ઠંડીની ઋતુ હોવાથી આપણાને પાણીની તરસ જલ્દી નથી લાગતી અને આપણે પાણી ખુબ જ ઓછુ પીતા થઈ જઈએ છે,પરંતુ શિયાળામાં પણ વાંરવાર પાણી પીતા રહેવું જોઈએ,પાણી પીવાથી શરીરમાં એનર્જી પુરતી મળી રહે છે,થકાન અને આળસનું પ્રમાણ ઘટે છે તે ઉપરાંત ગેસ થવાની સમસ્યાથી છૂટકારો મળે છે.

જો તમે શિયાળામાં આટલો ખોરાક લેવાનું રાખશો તો ચાક્કસ તમારી તંદુરસ્તી બની રહેશે,આ ઉપરાંત અનેક રોગો સામે લડવાની શક્તિ પણ મળશે,શરદી જેવો સામાન્ય રોગ લાગતો પરંતુ વારંવાર અણખટ ઊભી કરતા રોગથી છૂટકારો મેળવી શકશો અને તંદુરસ્ત શિયાળો પસાર કરી શકશો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.