in ,

ગુજરાતમાં મોબાઈલ ફોનના સતત ઉપયોગથી 30 ટકા લોકોની આંખો સૂકાઈઃ 10 ટકા બાળકોની આંખો થઈ ત્રાંસી

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ ફોનનો સતત ઉપયોગ યુવાનો અને બાળકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ડ્રગ્સના એડિક્શન કરતા પણ વધારે ભયજનક બની રહેલા ફોનના એડિક્શનના કારણે 30 ટકા લોકોની આંખો ડ્રાય થઈ ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો એક સર્વેમાં થયો છે. એટલું જ નહીં સતત ચાર કલાક કે તેથી વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા બાળકો પૈકી 10 ટકા બાળકોની આંખોની કીકી ત્રાંસી થઈ હોવાનું જાણવા મળે છે.

મોબાઈલ ફોનની લત યુવાનો અને બાળકોને હિંસક બનાવતી હોવાનો અગાઉ એક સર્વેમાં ખુલાસો થયો હતો. પરંતુ હવે ધીરે-ધીરે મોબાઈલ ફોનની આડઅસરો પણ સામે આવી રહી છે. મોબાઈલ ફોનની લત મગજની સાથે આંખોને પણ ગંભીર રીતે નુકશાન કરી રહી છે. મોબાઈલ ફોનના સતત વપરાશથી લોકોની આંખો નબળી પડી રહી હોવાનું તબીબો માની રહ્યાં છે. મોબાઇલ ફોનની સ્ક્રીન સામે સતત જોવાથી રાજ્યના 30 ટકા લોકોની આંખો સૂકાઈ ગઈ હોવાનું તબીબો માની રહ્યાં છે. એટલું જ નહીં સૌથી વધુ અસર 1થી 16 વર્ષના બાળકોને થઈ રહી છે. અંદાજે 18 ટકા બાળકોની આંખોનું વિઝન ઝડપથી ઓછું થઈ રહ્યું છે. સતત સ્ક્રીન સામે જોયા કરનાર 10 ટકા બાળકોની આંખોની કીકી ત્રાંસી થઈ ગઇ હતી.

અમદાવાદનાં સિનિયર આઇ સ્પેશ્યાલિસ્ટ અને સિવિલ હૉસ્પિટલના આંખોના વિભાગના ભૂતપૂર્વ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર ચાર વર્ષમાં મોબાઇલ ફોનના લીધે આંખોની વિવિધ પ્રકારની સમસ્યાઓ ધરાવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમની ક્લિનીકના ઇન-હાઉસ સર્વેના તારણોના મુબજ ડ્રાઇ આઇ ફરિયાદ ધરાવતા 80થી 85 ટકા દર્દીઓ દિવસમાં ચાર કલાક કરતા વધુ સમય મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અથવા ટીવી સ્ક્રીન સામે વિતાવે છે. જેમાં 65 ટકા લોકો 6થી 20 વર્ષની ઉંમરના છે. દસ ટકા દર્દીઓની આંખોની કીકી મોબાઈલ ફોનના વધારે પડતા ઉપયોગથી ત્રાંસી થઈ છે.

અમદાવાદમાં આંખોના જાણીતા નિષ્ણાંત તબીબના જણાવ્યા અનુસાર, મોબાઇલ સહિતના ગેજેટ્સના વધુ પડતા ઉપયોગના લીધે તેમની પાસે દરરોજ 15થી 20 બાળકો આંખોની સમસ્યા સાથે આવે છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક અહેવાલ અનુસાર સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા લોકો દિવસમાં સરેરાશ 150 વખત ફોન જુએ છે, કારણ કે તેઓ પોતાની જાતને ફોનથી અલગ કરી શકતા નથી. આ જ કારણોસર મોબાઇલથી ટેવાયેલા બાળકો જલદી હિંસક બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમિલનાડુમાં તેજસ યુદ્ધવિમાનની ફ્યૂલ ટેન્ક ઉડ્ડયન દરમિયાન ખેતરમાં પડી

અમદાવાદમાં વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં લાગી આગ