in , , ,

પ.બંગાળમાં બોલ્યા સીએમ યોગી આદિત્યનાથ, યુપીમાં પૂજા માટે મહોરમના જૂલુસને સમય બદલી નાખ્યો

કોલકત્તા: લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા પશ્ચિમ બંગાળમાં હવે આરપારની જંગ લડાઈ રહી છે. નવ બેઠકો પર થનારા મતદાન પહેલા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. તો મમતા બેનર્જી પણ ભાજપને રોકવા માટે આકરું વલણ અખત્યાર કરી ચુક્યા છે. કોલકત્તામાં થનારી યોગી આદિત્યનાથની રેલીનો બુધવારે મંચ તોડી નાખવામાં આવ્ય હતો. જે લોકો મંચ બનાવી રહ્યા હતા, તેમને માર પણ મારવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં ભાજપે કહ્યુ છે કે યોગી આદિત્યનાથ આજે કોલકત્તામાં રેલી કરશે. કોલકત્તામાં રેલી પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથ બારાસાતમાં રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીની સરકાર પર ખૂબ વરસ્યા હતા.

પશ્ચિમ બંગાળના બારાસાતમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે મમતા બેનર્જી એક ખોટું બોલવા માટે ઘણાં જૂઠ્ઠાણાં બોલી રહ્યા છે. મમતા બેનર્જીની સરકાર હુલ્લડો ભડકાવી રહી છે, આની એક્સપાયરી ડેટ નિશ્ચિત છે. તેમણે કહ્યુ છે કે ટીએમસીના ગુંડાએ અમિત શાહના રોડ શૉમાં જે હુમલો કર્યો, તે આ સરકારનું આખરી તાબૂત બનવા જઈ રહ્યો છે. તેમને મોંઢુ છૂપાવવાનું સ્થાન નહીં મળે.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે ટીએમસી જેમનું સમર્થન કરી રહી છે, તે લોકો મૂર્તિપૂજાને માનતા નથી. ટીએમસીના ગુંડા જ મૂર્તિ તોડી રહ્યા છે, તેમણે જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિને તોડી છે. આ લોકો જય શ્રીરામના સૂત્રો પર રોક લગાવી રહ્યા છે, તે દુર્ગા પૂજા અને સરસ્વતી પૂજામાં પણ રોડા નાખી રહ્યા છે. મે યુપીમાં પૂજાનો સમય બદલ્યો નથી, પરંતુ મહોરમ-તાજિયાના જૂલુસનો સમય બદલાવ્યો હતો.

બુધવારે જેવા અહેવાલ આવ્યા કે યોગીના મંચની સાથે તોડફોડ થઈ છે, તો તેની સાથે કહેવામાં આવ્યું કે આ રેલી રદ્દ થઈ શકે છે. પરંતુ તાત્કાલિક બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ નિર્દેશ કર્યો કે ચાહે કંઈપણ થઈ જાય, આ રેલીઓ રદ્દ થશે નહીં.

તેના પછી હવે એ નિશ્ચિત થઈ ગયુ છેકે આજે યોગી આદિત્યનાથ પોતાની ત્રણ સભાઓ કરશે. તેના સિવાય કોલકત્તામાં ભાજપના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પશ્ચિમ બંગાળ રવાના થતા પહેલા યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને મમતા બેનર્જીની સરકાર પર વાકપ્રહાર કર્યો હતો.

તેમણે લખ્યું હતુ કે આજે હું બંગાળમા જઈ રહ્યો છું, તાનાશાહો સુધી આ સંદેશ પહોંચે કે રામ આ દેશના કણ-કણમાં છે. સ્વતંત્રતા આ દેશની જીવનશક્તિ છે અને હું બંગાળમાં ક્રાંતિધર્મી યુયુત્સુનું આહવાન કરી રહ્યો છું. યોગી આદિત્યનાથે લખ્યું છે કે યાચના નહીં, હવે રણ થશે. જીવન જય યા તો મરણ થશે.

મહત્વપૂર્ણ છે કે યોગી આદિત્યનાથની ગણતરી ભાજપના સૌથી વધુ ફાયરબ્રાન્ડ નેતાઓમાં થાય છે. તેમની જવાબદારી માત્ર યૂપી જ નહીં, પણ દેશના ઘણાં હિસ્સાઓમાં સભાઓ કરવાની છે. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બાદમાં યોગી આદિત્યનાથ જ છે, જે ભાજપ માટે સૌથી વધુ રેલીઓ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે આજે જ પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે સભાઓ કરી રહ્યા છે. પીએમ મોદી આજે બસીરહાટ અને ડાયમંડ હાર્બરમાં જાહેરસભાઓ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મહામિલાવટીઓ જમીનો હડપીને પણ જમીનથી કપાઈ ગયા, ચોરીનો માલ મેળવવા જ આંખો ખોલે છે: બિહારમાં મોદી

ચૂંટણી સર્વેક્ષણ પ્રકાશિત કરનારા ત્રણ મીડિયા સંગઠનોને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી