in , , , , , , , , , ,

વેલેનટાઈન-ડેઃ- પોતાની ‘જાત’ને પણ પ્રેમ કરો- જેવા છો તેવા ‘સ્વ’ને સ્વીકારો – આજે કહી જ દો ‘આઈ લવ માય સેલ્ફ’

સાહીન મુલતાની-

‘પ્રેમ’ કહો’ કે ‘લાગણી’ કહો સમાન્તરે છે તો બઘુ સરખું જ

બસ જરુર છે તો ‘સ્વ’ને પ્રેમ કરી ‘હું’ ને ઓળખવાની

જો પામી ગયા ‘સ્વ’ને તો ક્યારેય પાછુ નહી જોવું પડે

બસ જરુર છે નવા સફર ‘હું’ ને જેવા છે તેવા જ સ્વીકારવાની

ફેબ્રુઆરી મહિનાની 14 તારીખ આવે એટલે  પ્રેમી પંખીડાઓ પોતાના પ્રેમનો ઈઝહાર કરવાની તૈયારીમાં લાગી જાય,અને જે પહેલેથી  જ પ્રેમ સંબધમાં જોડાયેલા છે તે પોતાના પાર્ટનરને શું ગીફ્ટ આપવું, શું સરપ્રાઈઝ આપવું તેની તૈયારીમાં જોતરાય જાય છે,તે સાથે જ અનેક કાર્ડસ, ફ્લાવર અને ગીફટની શૉપ પર તો જાણે એક દિવસ માટે હજારોની ભીડ જોવા મળી જાય છે.

આજે મનમાં એક સવાલ ઉત્પન્ન થાય છે કે, શું વેલેનટાઈન-ડે માત્રને માત્ર પ્રિતમ અને પ્રિયતમા માટે જ હોય છે? શું આપણે આપણા માતા-પિતા,ભાઈ-બહેન સગા-સબંધીઓ કે મિત્રો સાથે આ  ડે ની ઉજવણી ન કરી શકીએ ?

ભારત દેશના યંગસ્ટર્સે આ પશ્ચિમી સંસ્કૃતિને સહજ રીતે અને ઉત્સાહ સાથે સ્વીકારી છે,ખેર આ તો પોત પોતાની પસંદની વાત થઈ,માત્ર અહી એટલું જ કહેવું છે કે, હા વેલેનટાઈન-ડે પ્રેમ, લાગણી,હુંફનો ઉત્સવ છે,પરંતુ આ વેલેનટાઈન-ડે આપણે આપણા માટે,આપણી જાત માટે, આપણી આત્મા માટે અને છેલ્લે એક શબ્દમાં ‘સ્વ’ માટે યાદગાર બનાવીએ.

વેલેનટાઈન-ડેના દિવસે આપણે પોતાને પ્રેમ કરતા થઈએ,પોતાની જાતને સમય આપીએ,આટલી ભાગદોડ વાળી લાઈફમાં આપણે કોણ છે અને આપણે ખરેખરમાં શું છે ? ઘણી વાર તો આપણાને શું જોઈએ છે? તે પણ આપણે જાણતા હોતા નથી અને જ્યારે સાચો સમય પસાર થઈ જાય ત્યારે એહેસાસ થાય છે કે શું કરવાનું હતું અને આપણે શું કરી રહ્યા છીએ,આપણે આપણા કરીયરમાં જ ચોક્કસ નથી હોતા. આપણે આપણા જીવનમાં કઈ દીશા તરફ જઈએ છે તે પણ ભુલી જતા હોય છે,બસ સમયની સાથે સાથે માત્ર ચાલતા જ જઈએ છે,સમયની સાથે ચાલવું એ સારી વાત છે પરંતુ સમયની સાથે આપણી જાતની ઓળખ કરવી પણ જરુરી છે.ત્યારે આ ખાસ દિવસે પોતાની જાતને  એક પ્રોમિસ કરીએ અને દિલ પર હાથ રાખીને કહીજ દઈએ ‘આઈ લવ માય સેલ્ફ’

આપણે બીજાઓના પ્રેમમાં તો સરળતાથી પડી જઈએ છીએ પરંતુ હવે વખત આવ્યો છે દર્પણની સામે ઊભા રહીને આપણો ચહેરો જોવાનો, એક વાત એ પણ છે કે પોતાની જાત સાથે પ્રેમ થવો સહેલો નથી. આપણે એ પણ જાણીએ છીએ કે પોતાની જાત સાથે પ્રેમ થવો જોઈએ. પરંતુ આપણે તેમાં મોટે ભાગે સફળ થઈ શકતા નથી.ક્યારેક આપણા ચહેરાની બનાવટ તો ક્યારેક ખોટા લીધેલા નિર્ણય તો ક્યારેક બીજાની સફળતા પોતાની જાતને નફરત કરવા પ્રેરે  છે.એનું કારણ એ છે કે, આપણી નબળી આત્મશક્તિ.આપણો નબળો આત્મસાત.

આ પ્રકારની વાતો ઘણી વખત સમજની બહાર હોય છે. સહેલાઈથી ખબર નથી પડતી, પણ વાસ્તવિકતાની ખૂબ નજીક છે,વિશ્વમાં એવું કોઈ નથી જે આ વાતથી ઇન્કાર કરી શકે. જે એ કહી શકે કે તેની અંદર અસુરક્ષાની ભાવના નથી.આ સમગ્ર બાબતોને હવે પાછળ ઘકેલવાનો સમય આવીને પણી સમક્ષ ઊભો રહ્યો છે આપણે આપણાને જ પ્રેમ કરવા માટે એક તકની જરુર છે જે તકને હવે આપણે ઝડપી પાડવી જોઈએ.

આ સમગ્ર વાતથી પર થઈને હવે પોતાની જાતને પ્રેમ કરતા થવાનું છે,જ્યાં સુધી આપણે આપણી જાત સાથે પ્રેમ-સ્નેહ નહીં કરીએ ત્યાં સુધી આપણે બીજા લોકોને પણ પ્રેમ ન કરી શકીએ.અથવા તો બીજાઓને પ્રેમ કરતા પણ અટકાવીએ છે.

ચાલો આજે જાણીએ કઈ રીતે આપણે ‘સ્વ’ને પ્રેમ કરતા થઈએ,સ્વ સાથે આત્મસાત કેળવીએ

 • પોતાની જાતને જેવા છો તેવા સાથે સંપૂર્ણપણે સ્વીકારી લો,
 • દરેકમાં ઈશ્વરે કંઈકને કંઈખ ખામીઓ આપી હોય છે પરંતુ તે ખામીને પોતાની તાકાત બનાવતા શીખો.
 • બીજાઓને ખુશ જોઈને ક્યારેય પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરવી,તેથી વિશેષ આપણે કંઈ રીતે ખુશ રહી શકીએ છીએ તેના ઉપાય શોધો
 • શારિરિક દેખાવ દ્રારા ક્યારેય સ્વમાં બદલાવ લાવવાના પ્રય્તનો ન કરો
 • વિશ્વમાં દરેક લોકો-જુદા જુદા આકાર રંગ ને રુપ ધરાવે છે છત્તાં પણ ઈશ્વરે આપણામાં પણ કંઈક ખાસ આપ્યું જ હોય છે બસ તેને ઓળખી લો.
 • ભૂતકાળમાં તમે કરેલી તમારી બધી ભૂલોમાંથી શીખીને આગળ વઘી જાવ.વારંવાર ભુલનો અફસોસ ન કરો અને જાતને પ્રેમ કરો.
 • વારંવાર પોતાની જાતને વખોડી કાઢીએ છીએ, પોતાને નફરત કરીએ છીએ અને ભૂતકાળમાં કરવામાં આવેલી વસ્તુઓ માટે તિરસ્કાર કરીએ છે.આ વાતથી તદ્દન દુર રહેવું જોઈએ.
 • તમે તમારી ભુલોને પણ થેંક્યુ કહો, કે તારા થકી મને કંઈક નવું અને બીજુ શીખવા મળ્યું
 • હંમેશા પાઝેટિવ બનો,નકારાત્મક વિચારો,લોકો અને વાતાવરણની અસર પોતા પર હાવી ન થવા દો,
 • આમ તો આપણી ચારેબાજુ નકારાત્મક વસ્તુઓ મળી જ રહે એટલે તેનાથી દુર ભાગવા કરતા તેને પોતાના પર ક્યારેય તેની અસર ન છોડવા દો તેવી પોતાની જાતને જ સક્ષમ બનાવો.
 • પોતાની જાત સાથે દિવસ દરમિયાન 10 થી 15 મિનિટ મનોમંથન કરો
 • ક્યારેય પોતાને બીજાથી તૃચ્છ કે નીચા ન સમજો,તમે જે કંઈ છો શ્રેષ્ઠ છો.
 • ઈશ્વરનો આભાર માનો કે તમને પૃથ્વી પર માનવ જીવન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Criminals in politics: SC orders parties to name them!

સુરતની શાળાઓમાં માતા-પિતાની પૂજા કરીને ‘વેલેન્ટાઈન ડે’ની કરાઈ ઉજવણી