REGIONALગુજરાતી

મોરબીમાં ગરીબ પરિવારના બાળકો માટે ખાસ રહ્યો વેલેનન્ટાઈ ડેઃ લક્સઝુરિયસ કારમાં કરી મુસાફરી

  • પોલીસ પાયલોટિંગ સાથે નીકળ્યો કાફલો
  • મોંઘી હેટલમાં લીધુ ભોજન
  • એક સંસ્થા દ્વારા કરાયું વિશેષ આયોજન

અમદાવાદઃ રાજ્યભરમાં યુવાનોએ વેલન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. જો કે, મોરબીના ગરીબ પરિવારના બાળકો માટે આજનો દિવસ ખાસ બની ગયો હતો. એક સંસ્થાની મદદથી ગરીબ પરિવારના 200 જેટલા બાળકોએ વીઆઈપીની જેમ પોલીસ પાયલોટિંગ સાથે લક્ઝુરીયસ કારમાં મુસાફરી કરી હતી. એટલું જ નહીં હોટલમાં ભોજન પણ કર્યું હતું.

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની આગવી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ગ્રુપ દ્વારા 200 જેટલા ગરીબ પરિવારના બાળકો સાથે પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડેની ઉજવણીનું આયોજન કર્યું હતું. ગરીબ પરિવારના બાળકોને મોંઘી મોટરકારમાં મુસાફરી કરાવી હતી. મોરબીના ઉદ્યોગપતિઓએ પણ આ બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા માટે પોતાની મોંઘી મોટરકાર યંગ ઈન્ડિયા ગ્રુપને આપી હતી. લગભગ 30 જેટલ મોંઘી મોટરકારમાં આ બાળકોએ મુસાફરી કરી હતી. એટલું જ નહીં પોલીસ તંત્રએ પણ બાળકોને વીવીઆઈપી જેવી અનુભતી કરાવવા માટે તેમની કારનું પાયલોટીંગ કર્યું હોવાનું જાણવા મળે છે. આમ આ બાળકો માટે આજનો દિવસ ખાસ બની ગયો હતો.