1. Home
  2. ગુજરાતી
  3. વરૂણ-સારાની આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થશે
વરૂણ-સારાની આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થશે

વરૂણ-સારાની આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થશે

0
  • વરૂણ-સારાની ‘કૂલી નંબર 1’આવતા વર્ષે થશે રિલીઝ
  • મેકર્સે ફિલ્મ માટે નવી રીલિઝ ડેટ જાહેર કરી
  • 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ રીલિઝ થશે આ ફિલ્મ

વિશ્વમાં ચાલી રહેલ મહામારીને કારણે મનોરંજન ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે ઉથલપાથલ થઈ ચૂકી છે. જ્યારે કેટલીક ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ ગયું છે, તો કેટલીક ફિલ્મો પૂર્ણ થયા પછી પણ રીલિઝ થઈ નથી. હવે તમામ મેકર્સ ઓટીટી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે અથવા આવતા વર્ષ સુધી ફિલ્મો પોસ્ટપોન કરી રહ્યા છે. અજય દેવગણની ‘મેદાન’ પછી હવે વરૂણ ધવનની ‘કૂલી નંબર 1’ પણ આવતા વર્ષે રીલિઝ થવાની છે.

ઘણા દિવસોથી સતત એવા અહેવાલો આવ્યા હતા કે સારા-વરૂણની ફિલ્મ ‘કુલી નંબર 1’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો કે મેકર્સ આ તરફેણમાં નથી. એક અહેવાલ મુજબ ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં એક બેઠક યોજી હતી. ફિલ્મની રીલિઝ ડેટને લગતી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આખરે દરેક જણ આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મ રીલિઝ કરવા સંમત થયા. હવે આ ફિલ્મ 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ રીલિઝ થશે.

ફિલ્મ ‘કુલી નંબર 1’ અગાઉ 1 મેના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે તેને રોકવામાં આવી છે. આ સિવાય અજય દેવગણની મેદાન પણ આવતા વર્ષે ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. હાલની પરિસ્થિતિ જોતાં બીજી કેટલીક ફિલ્મો આગામી વર્ષ માટે મોકૂફ રાખવામાં આવે તેવી સંભાવના છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.