in , ,

વાયુ વાવાઝોડાંનું કાઉન્ટડાઉન: સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે અલગ-અલગ વીડિયો

વાયુ વાવાઝોડાંના બુધવારે મોડી રાત્રે અથવા ગુરુવારે સવારે ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકવાની શક્યતાઓ છે. તેની વચ્ચે ગુજરાત સરકારે વાવાઝોડાંની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહતની મોટી તૈયારીઓ કરી લીધી છે.

વાયુ વાવાઝોડાના કાઉન્ટડાઉન વચ્ચે સોશયલ મીડિયા પર કેટલાંક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પરિસરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારે પવન ફૂંકાઈ રહેલો દેખાય રહ્યો છે.

આ સિવાય દીવ અને વેરાવળના દરિયા કાંઠાની સ્થિતિ દર્શાવતા વીડિયો પણ સોશયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે.

પોરબંદરના દરિયાકાંઠાનો પણ એક વીડિયો સોશયલ મીડિયા પર સામે આવ્યો છે.

સોમનાથ વેરાવળ બાયપાસનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારે પવન ફૂંકાતો દેખાય રહ્યો છે અને તેને કારણે બીજી વસ્તુ જોવામાં પણ તકલીફ પડતી આ વીડિયોમાં દેખાય રહી છે.

એનડીઆરએફની ટુકડીઓ ગુજરાતમાં તેનાત કરી દેવામાં આવી છે. દીવ-દમણ ખાતેથી 65 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયાનો પણ એક વીડિયો સામે આવ્યો છે.

વાયુ વાવાઝોડાની અસર મુંબઈમાં પણ જોવા મળી છે. મુલુંડ અને વર્સોવા બીચનો એક વીડિયો પણ સોશયલ મીડિયા પર સામે આવ્યો છે.

એનડીઆરએફની ટીમ ગુજરાતના દરિયાકાંઠા પર તેનાત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પત્રકારને માર માર્યા બાદ પેશાબ પિવડાવવાનો આરોપ, જીઆરપીના એસએચઓ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ભાજપ સંસદીય દળની રચના, લોકસભામાં રાજનાથ પાર્ટીના ઉપનેતા, રાજ્યસભામાં થાવરચંદ ગહલોત પાર્ટીના નેતા