in

‘વેજીટેબલ ફ્રેન્કી’- આજે આપણે બનાવીશું નાના-મોટા સૌની પ્રિય મેગી સ્વાદની ‘વેજ પોટેટો-ફ્રેન્કી’

સાહીન મુલતાની-

સામગ્રી

 • 4 નંગ- બાફેલા બટાકા (બાફીને 20 મિનિટ સુઘી ઠંડા કરીને છીણીમાં ક્રશ કરવા )
 • 1 બાઉલ- કોબીજ જીણું સમારેલું
 • 2 નંગ- ગાજરની લાંબી છીણ
 • 2 નંગ- ડુંરગી પાતળી સમારેલી
 • 2 પેકીટ – મેગી મસાલા
 • 1 નંગ –શિમલા મરચું જીણું સમારેલું
 • 1 બાઉલ – જીણા સમારેલા લીલા ઘાણા
 • 2 ચમચી- લીલા મરચા કતરમાં કતરેલા
 • મીઠૂ- સ્વાદ અનુસાર
 • પા ચમચી ચમચી – હળદર
 • અડઘી ચમચી- જીરુ
 • જરુર પ્રમાણે-ચીઝ છિણેલું
 • જરુર પ્રમાણે-મરીનોપાવડર
 • જરુર પ્રમાણે- સિઝનાવ ચટણી
 • જરુર પ્રમાણે- મેયોનિઝ ચિઝ
 • જરુર પ્રમાણે- તેલ
 • 500 ગ્રામ- મેંદો

જોતજોતામાં ફરી રવિવારની એક સુંદર સવાર કંઈક નવુ કરવાની આશા સાથે આપણા સામે આવીને ઊભી રહી છે,રવિવારની સુંદર અને ઠંડી-ઠંડી સવારમાં ગોદડામાંથી બહાર આવવાનું મન પણ ન જ થાય સ્વાભાવિક વાત છે, પણ શું કરીએ સવાર પડે એટલે એક નવા પડકારને ઝિલવા માટે જાગવું તો પડે જ.દર રવિવારે ગૃહીણીને સતાવતો એક સવાલ,કે આજે એવું તો શું ઘરે જ બનાવું કે જેથી કરીને ઘરના બાળકો બહાર જમવાની જીદ ન કરે અને રાજીરેડ પણ થઈ જાય, તે સાથે જ બહારના ખાવાનો ટેસ્ટ ઘરમાં જ મળી રહે.તો આ સવાલમા જવાબમાં આપણે બનાવીશું બહાર મળતી ફ્રેન્કીના ટેસ્ટ જેવી જ ‘વેજ ફ્રેન્કી’- જે તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો અને સાંજના નાસ્તાઅને જમવામાં પણ,જેનાથી તમારા બાળકો ચોક્કસ ખુશ થઈ જશે.

ફ્રેન્કી બનાવવાની રીતઃ- સૌ પ્રથમ મેંદાના લોટમાં મીઠૂ અને મરીનો પાવડર નાંખીને લોટ બાંઘવો,આ લોટમાંથી મોટી-મોટી પાતળી રોટલી વણીને આછા તેલમાં કાચીપાકી તળી લેવી.બઘા લોટની આ રીતે રોટલી તળીને મુકી રાખવી.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખીને લાલ થવા દેવું,ત્યાર બાદ તેમાં સમારેલા શિમલા મરચા,ક્રશ કરેલા લીલા મરચા નાખીને સાંતળવા,ત્યાર બાદ તેમાં મીઠૂં,હરદળ અને બે મેગી મસાલાના પેકિટ એડ કીરને બરાબર મિક્સ કરવું પછી તેમાં ક્રશ કરેલા બાફેલા બટાકા ઉમેરી આ મિશ્રણને બરાબર મિક્સ કરી તેમાં લીલા ઘાણા એડ કરવા.હવે આ મિશ્રણની લાંબી-લાંબી લંબ ચોરસ ટીક્કી હાથવડે બનાવીને તવીમાં કે પેનમાં સેલો ફ્રાઈ કરી લેવી.

હવે પહેલાથી કાચી-પાકી તળેલી રોટલી પર પહેલા સિઝવાન ચટણી લગાવવી,આખી રોટલી પર સ્પ્રેડ કરીને ચટણી લગાવ્યા બાદ તેના ઉપર જ મેયોનિઝ ચીઝ લગાવવું,હવે જે બટાકાની ટીક્કી તૈયાર કરી હતી તેને રોટલીની વચ્ચે મુકવી તેના પર કોબીજ,ડુંગરી,ગાજર મુકીને ચીઝ છીણી લેવું,ત્યાર બાદ આ રોટલીને પહેલા એક સાઈડથી વાળવી ત્યાર બાદ નીચેથી વાળવીને ફરી બીજી સાઈડથી વાળવી આ રીતે રોટલી ત્રણ બાજુથી પેક થશે અને ફ્રન્કી સેપમાં આવી જશે,હવે આ તૈયાર કરેલી ફ્રેન્કીને તવી પર આછા આછા તેલમાં ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી.તૈયાર છે તમારી ગરમાં ગરમ ક્રિસ્પી વેજીટેબલ ફ્રેન્કી,જેને તને ટામેટા સોસ સાથે ખાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તીડના આતંકથી પાયમાલ થયેલ ખેડૂતો માટે સરકારે પેકેજ જાહેર કર્યું

ઉદ્વવની કેબિનેટનું વિસ્તરણ: અજિત પવાર બનશે ડેપ્યુટી CM અને આદિત્ય કેબિનેટ મંત્રી