in ,

વેરાવળમાં દરિયો તોફાની બનતા જેટી રોડ પર પથ્થરોનો કાટમાળ ખડકી દીધો

રાજકોટઃ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે દરિયામાં 5થી 10 ફુટ ઉંચા મોજા ઉછળ્યાં હતા. જેથી વેરાવળમાં તોફાની બનેલા દરિયાએ જેટી રોડ પર પથ્થરોનો કાટમાળ ખડકી દીધો હતો. તેમજ દ્વારકામાં એક મંદિર ધરાશાયી થયું હતું. આ ઉપરાંત નવસારીમાં દરિયો તોફાની બનતા નજીકના ગામમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.

પોરબંદરમાં દરિયો તોફાની બનતા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ લોકોને ચોપાટી તરફ આવતા અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત માંગરોળ, દીવાસા, શીલ, માધવપુર ઘેડ સહિતના ગામોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. ભારે પવનને કારણે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. વેરાવળમાં દરિયો તોફાની બનતા જેટી રોડ પર પથ્થરોનો કાટમાળ ખડકી દીધો હતો. નીચાણવાસ વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. વેરાવળ અને પોરબંદરમાં તકેદારીના ભાગરૂપે પોલીસે તમામ બજારો બંધ કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુ વાવાઝોડાની સાઈડ ઈફેક્ટઃ ગુજરાતમાં ચોમાસુ ખેંચાવાની શકયતા

સુરતમાં પત્નીના મોતથી શોકમાં ગરકાવ પતિનું હાર્ટ એકેટથી મોત