in , ,

ગુજરાતના સમુદ્રતટ સાથે 170 કિલોમીટરની ઝડપે ટકરાશે વાવાઝોડું ‘વાયુ’, એનડીઆરએફની 36 ટીમોની તેનાતી

વાવાઝોડું વાયુ ઝડપથી ગુજરાતના સમુદ્રતટ તરફ આગળ વધી રહ્યું છે. હાલ તેની અસર મુંબઈના દરિયા કાંઠાની આસપાસ દેખાવાની શરૂ પણ થઈ ચુકી છે. મુંબઈમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો કેટલાક ઠેકાણે વૃક્ષો પણ પડી જવાની ઘટના સામે આવી છે. તેવામાં સતર્કતા સંદર્ભે વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.

અનુમાન છે કે બુધવારે મોડી રાત્રે અથવા ગુરુવારે સવારે વાવાઝોડું વાયુ ગુજરાતના સમુદ્ર તટ સાથે ટકરાય તેવી શક્યતા છે. આ વાવાઝોડાનો સામનો કરવા માટે સરકારે કમર કસી લીધી છે. એનડીઆરએફની ટીમ તેનાથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે ગુજરાત પહોંચી ચુકી છે.  તેની સાથે સ્કૂલોને બંધ કરવામાં આવી છે અને અધિકારીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્રતટો પર વાવાઝોડાં વાયુનો ખતરો છે. બુધવારે રાત્રે ગુજરાતના સમુદ્રતટો સાથે વાયુ વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. મુંબઈના સમુદ્રતટ વિસ્તારોમાં ભારે પવન અને વૃક્ષો પડવાની ઘટના બની છે. 75 કિલોમીટરથી 130 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ માટે સ્કૂલોને બંધ રાખવામાં આવી છે.

વાયુ વાવાઝોડાની સંભવિત અસરોને ખાળવા માટે અને લોકોની મદદ માટે એનડીઆરએફની 36 ટુકડીઓને તેનાત કરવામાં આવી છે.

જેમાં ગીર સોમનાથમાં 6, અમરેલીમાં 5, રાજકોટમાં 1, દ્વારકામાં 3, જૂનાગઢમાં 3, પોરબંદરમાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 2, મોરબીમાં 2, કચ્છમાં 2, વલસાડમાં 1 અને સૂરતમાં 1 ટુકડીની તેનાતી કરવામાં આવી છે. જ્યારે વડોદરામાં એનડીઆરએફની બે અનામત ટુકડીઓની તેનાતી કરવામાં આવી છે.

મુંબઈમાં ભારે પવન ફૂંકાય રહ્યો છે. તેને કારણે ગુજરાતના તટવર્તી વિસ્તારો સુધી વાયુના પહોંચવાને હજી 24 કલાક જેટલો સમય હોવાનું અનુમાન છે. પરંતુ તેની અસર દેખાવાની શરૂ થઈ ચુકી છે. મુંબઈની આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે.

ભારતના પૂર્વીય વિસ્તારોમાં તાજેતરમાં ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. પરંતુ હવે વારો પશ્ચિમી વિસ્તારમાં વાયુ વાવાઝોડાનો છે. વાયુ બુધવારે મોડી રાત્રે અથવા ગુરુવારે સવારે ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં ટકરાય તેવી શક્યતા છે. તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે મોટી તૈયારીઓ કરી લીધી છે. ગુજરામાં આ વાવાઝોડું 140થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાય અને તેની મહત્તમ ઝડપ 165 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં કોઈપણ અનહોનીથી બચવા માટે ભારતીય સેના, એનડીઆરએફ સહીતની ઘણી એજન્સીઓની તેનાતી કરવામાં આવી છે અને સ્કૂલોને પણ તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવી છે.

મુંબઈ કાંઠા વિસ્તાર પાસેથી વાયુ વાવાઝોડું પસાર થઈ રહ્યું છે. તેની હાલ મોટી અસર દેખાઈ નથી. પરંતુ તેના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ હવામાન વિભાગ પ્રમાણે, હજી મુંબઈ દરિયાકાંઠાથી તે 300 કિલોમીટરના અંતરે છે. પરંતુ જ્યારે તે વધુ નજીક આવશે, ત્યારે મુંબઈ, કોંકણ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. પવનની ઝડપ અહીં 135 કિલોમીટરથી 150 કિલોમીટર સુધીની રહેવાની પણ શક્યતા છે. તેને કારણે તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.

વાવાઝોડા વાયુના ત્રાટકવાના કાઉન્ટડાઉન વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આખા રાજ્યમાં 13થી 15 જૂન સુધીના ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવને રદ્દ કર્યા છે. તો જ્યાં વાવાઝોડાની અસર જોવા મળવાની શક્યતા છે, તેવા દશ જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજેનો 13 જૂનથી 14 જૂન એમ બે દિવસ બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. તો વલસાડમાં વરસાદે પણ દસ્તક દીધા છે.

સંરક્ષણ વિભાગના પીઆરઓ વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાએ જણાવ્યુ છે કે હેડક્વોર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે વાવાઝોડા વાયુનો સામનો કરવાની તૈયારી પુરી કરી લીધી છે. ગુજરાતના અસરગ્રસત થનારા વિસ્તારોમાં મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર અને લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટરની તેનાતી કરવામાં આવી છે. આ હેલિકોપ્ટરોને આફત નિવારણના ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યા છે. રડાર અને સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમને પણ દૂરવર્તી વિસ્તારોમાં તેનાત કરાઈ રહ્યા છે. જેથી રાહત અને બચાવ કાર્યને સરળતાથી પાર પાડી શકાય.

વાવાઝોડા વાયુથી નિપટવા અને તેની સંભવિત અસરોને કારણે પ્રભાવિત થનારા લોકોની મદદ માટે સરકારે તૈયારી કરી લીધી છે. ભારતીય વાયુસેનાના સી-17 વિમાનથી એનડીઆરએફની ટીમ ગુજરાતના જામનગર ખાતે પહોંચી ચુકી છે. આ ટુકડી વાવાઝોડા વાયુથી અસરગ્રસ્ત લોકોની મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુ વાવાઝોડુ વેરાવળથી 300 km દૂરઃ 150 kmની ઝડપથી ત્રાટકશે દરિયાકાંઠે

બનાસકાંઠામાં અંધશ્રદ્ધામાં 7 દિવસમાં બે બાળકના મોત બાદ તંત્ર જાગ્યું : તપાસના આદેશ