1. Home
  2. ગુજરાતી
  3. વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘ભૂત’નું ટ્રેલર રિલીઝ- અજાણ્યા દરિયાઈ જહાજની હોરર વાર્તા
વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘ભૂત’નું ટ્રેલર રિલીઝ- અજાણ્યા દરિયાઈ જહાજની હોરર વાર્તા

વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘ભૂત’નું ટ્રેલર રિલીઝ- અજાણ્યા દરિયાઈ જહાજની હોરર વાર્તા

0

વિક્કી કૌશલ ભૂમિ પેડનેકર સ્ટારર અપકમિંગ ફિલ્મ ભૂત-પાર્ટ વનઃધ હોન્ટેડ શિપનું આજરોજ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.ફિલ્મમાં કહાનિ ફ્રેશ જોવા મળે છે, ટ્રેલરમાં ભૂમિ પેડનેકરની ઝલક પણ જોવા તે સાથે જ એક નાની બાળકી પણ ભૂતના પાત્રમાં જોવા મળે છે.ફિલ્મના ટ્રેલરમાં હોરર સીન્સ અને હારર સાઉન્ડ સાંભળવા મળે છે.સમગ્ર ટ્રેલરમાં વિકી કૌશલ સાથે ભૂતીયા હાદસાઓ થતા સીન્સ દર્શાવામાં આવ્યા છે.

દર્શકો માની રહ્યા છે કે,ટ્રેલરમાં જોવા જેવું કઈ ખાસ છે જ નહી.જો કે આ ફિલ્મને લઈને ચર્ચાએ ઘણા સમયથી જોર પકડ્યું હતું.વિક્કી કૌશલની ફિલ્મ ભૂત એક અજાણ્યા દરિયાઈ જહાજની વાર્તા છે, પનામાના ધ્વજ સાથે આ શિપ મુંબઈના દરિયાકિનારે મળી આવે છે. આ દરિયા કિનારે આવી પહોંચેલા શીપ ઓઇલ ટેન્કરમાં કોઈ જ માણસ હોતુ નથી,તે ઉપરાંત ખાસ વાત એ છે કે , શિપ કોસ્ટલ સિક્યુરિટીની હયાતી હોવા છત્તાં મુંબઈના દરિયા કિનારે આવી પહોંચે છે અને પછી સર્જાઈ છે હોહોર ડ્રામા.

આ જહાજ કઈ રીતે આવી પહોચ્યું તથા જહાજ ક્યાનું છે આ સમગ્ર વાતની તપાસ વિક્કી કૌશલ કે જે પૃથ્વીનો રોલ પ્લે કરી રહ્યો છે તેને સોંપવામાં આવે છે.જ્યારે પૃથ્વી દ્રારા આ જહાજની તપાસ હાથ ઘરવામાં આવે છે,ત્યારે તેને અજીબો રગીબ ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે.તે સાથે જ તેને જહાજમાં ભૂત હોવાનો એહસાસ પણ થાય છે,આ ફિલ્મની સમગ્ર વાર્તા આ જહાજમાં ભૂતના હોવા પર છે.પૃથ્વી જ્યારે  જહાજની તપાસ કરતો હોય છે ત્યારે ભૂત તેના પર અટેક કરે છે.

અભિનેતા વિકી કૌશલના પ્રથમ હોરર ફિલ્મ છે,જેની ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી,આ ફિલ્મ ઘર્માપ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી છે,ફિલ્મને ભાનુ પ્રતાપ સિંહએ ડિરેક્ટ કરી છે, આ ફિલ્મ 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.

આ ફિલ્મ યુષમાનની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવઘાન સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે.બન્ને ફિલ્મો વચ્ચે કાટાની ટક્કર જોવા મળશે,ત્યારે હવે જોવું રહ્યું કે આયુષમાનની ફિલ્મ બાજી મારે છે કે વિકી કૌશલની ફિલ્મ ભૂત દર્શકોને ડરાવવામાં સફળ રહે છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.