in ,

‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા… કાટ ડાલેગા’, ચાર યુવાનોએ પોલીસ સ્ટેશનમાં બનાવ્યો વીડિયો

  • સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • પોલીસ તંત્ર થયું દોડતું
  • પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી

ડીસાઃ બનાસકાંઠાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા યુવાનોએ પોલીસ સ્ટેશનમાં જ ટીકટોક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા… કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લાખણી તાલુકાના આગળથા ગામે પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ચાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી. આ યુવકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. લાખણીના છગનજી ગોળીયા ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે ફરિયાદ નોંધાવવા આવેલા આ યુવકોએ પોલીસની નજરથી બચીને છૂપી રીતે આ વીડિયો બનાવ્યો હતો. યુવકોનો આ વીડિયો વાયરલ થતા પોલીસના ધ્યાને આવ્યો હતો. તો સાથે જ આ યુવકોએ જે અન્ય યુવકો સામે ફરિયાદ કરી હતી, તેઓએ વીડિયો મામલે ક્રોસ ફરિયાદ થતા ટિકટોક બનાવનારા આ યુવકોની સામે ફરિયાદ થઈ હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘મિસાઈલમેન’-સરળ સ્વભાવ અને સાદગીભર્યા જીવનમાંથી ઉભરી આવતું કલામ સાહેબનું વ્યક્તિત્વ

આગામી લડાઇ આપણે સ્વદેશી સિસ્ટમથી લડીશું અને જીતીશું: સેના પ્રમુખ બિપિન રાવત