in , , ,

ટીએમસીના ગુંડાઓએ તોડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ: અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે જો સીઆરપીએફ ના હોત, તો મંગળવારે તેમનું કોલકત્તામાં બચવું મુશ્કેલ હતું. મહત્વપૂર્ણ છે કે અમિત શાહે મંગળવારે કોલકત્તામાં એક રોડ શૉ કર્યો હતો. આ રોડ શૉ દરમિયાન ભાજપ અને ટીએમસીના ટેકેદારો વચ્ચે હિંસા થઈ હતી.

અમિત શાહે ક્હયુ છે કે હું એટલું કહેવા માગું છુ કે જો સીઆરપીએફ ના હોત, તો મારું ત્યાંથી (કોલકત્તાથી) બચી નીકળવું બેહદ મુશ્કેલ હતું. સૌભાગ્યથી હું બચી નીકળ્યો છું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવાના મામલે તેમણે કહ્યુ હતુ કે આ મૂર્તિને ટીએમસીના ગુંડાઓએ તોડી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે અમારા ઘણાં કાર્યકર્તા માર્યા ગયા છે. મારા પર હુમલો થવો પણ સ્વાભાવિક હતો. આમા એ નક્કી થઈ ગયું છે કે ટીએમસી કોઈપણ હદે જઈ શકે છે.

અત્યાર સુધીમાં ચૂંટણીના છ તબક્કા સમાપ્ત થઈ ચુક્યા છે. આ છ તબક્કામાં બંગાળ સિવાય ક્યાંય પણ હિંસા થઈ નથી. હું મમતા બેનર્જીને જણાવવા માંગુ છું કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છો અને ભાજપ દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી લડી રહ્યું છે. પરંતુ ક્યાંય પણ હિંસા થઈ નથી. પરંતુ બંગાળમાં દરેક તબક્કામાં હિંસા થઈ છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે હિંસા ટીએમસી કરાવી રહી છે.

અમિત શાહે કહ્યુ છે કે રોડ શૉથી પહેલા જ ત્યાં લગાવવામાં આવેલા પોસ્ટર ફાડવામાં આવ્યા હતા. રોડ શો શરૂ થયો, તેમા અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. દોઢ કલાક સુધી શાંતિપૂર્ણ રીતે રોડ શો ચાલ્યો હતો. ત્રણ વખત હુમલા કરવામાં આવ્યા અને ત્રીજા હુમલામાં તોડફોડ, આગચંપી અને બોટલમાં કેરોસિન નાખીને હુમલો કરવામાં આવ્યો હતો.

અમિત શાહે કહ્યુ છે કે સવારથી આખા કોલકત્તામાં ચર્ચા હતી કે યૂનિવર્સિટીની અંદરથી આવીને કેટલાક લોકો હુલ્લડ કરશે. પોલીસે કોઈ તપાસ કરી નહીં અને કોઈની ધરપકડની કોશિશ પણ કરી ન હતી.

જ્યાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા રાખવામાં આવી છે, તે સ્થાન કક્ષની અંદર છે. કોલેજ બંધ થઈ ચુકી હતી, બધું લોક થઈ ચુક્યું હતું. પછી કોણે ઓરડા ખોલ્યા? તાળા પણ તૂટયા નથી, તો પછી ચાવી કોની પાસે હતી? કોલેજમાં ટીએમસીનો કબજો છે.

તેમણે કહ્યુ હતુ કે વોટબેંકની રાજનીતિ માટે મહાન શિક્ષણ શાસ્ત્રીની પ્રતિમા તોડવાનો મતલબ છે કે ટીએમસીની ઉંધી ગણતરી શરૂ થઈ ચુકી છે.

અમિત શાહે કહ્યુ છે કે જનતા મમતા બેનર્જીને હટાવવાનું મન બનાવી ચુકી છે અને હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે આ વખતે બંગાળમાં ભાજપ 23થી વધુ બેઠકો જીતી રહ્યું છે.

તેમણે કહ્યુ છે કે મારા પર એફઆઈઆર કરવામાં આવી છે. મમતા દીદી તમારી એફઆઈઆરથી અમે ભાજપવાળા ડરતા નથી. અમારા 60થી વધારે કાર્યકર્તાઓના જીવ તમારા ગુંડાઓએ લઈ લીધા છે. તેમ છતાં પણ અમે અમારું અભિયાન રોક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બંગાળમાં હિંસા: મમતાએ કહ્યું- અમિત શાહ ભગવાન છે કે એમના વિરુદ્ધ પ્રદર્શન ન થઈ શકે?

મમતા બેનર્જીએ DP બદલીને લગાવી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસવીર, જાણો શા માટે?