1. Home
  2. ગુજરાતી
  3. ભાગેડુ વિજય માલ્યા લંડન હાઈકોર્ટમાં પહોંચ્યો – પ્રત્યાર્પણ મામલે માલ્યાએ કોર્ટને આપ્યો હતો પડકાર
ભાગેડુ વિજય માલ્યા લંડન હાઈકોર્ટમાં પહોંચ્યો – પ્રત્યાર્પણ મામલે માલ્યાએ કોર્ટને આપ્યો હતો પડકાર

ભાગેડુ વિજય માલ્યા લંડન હાઈકોર્ટમાં પહોંચ્યો – પ્રત્યાર્પણ મામલે માલ્યાએ કોર્ટને આપ્યો હતો પડકાર

0
  • વર્ષ 2016થી માલ્યા ભારતમાંથી ગાયબ હતો
  • માલ્યા પ્રત્યાર્પણ મામલે મંગળવારથી સુનાવણી સરુ
  • બેંર પાસેથી 9 હજાર કરોડની લઈધી હતી લોન
  • લોન ચૂકવવામાં નિષ્ફળ રહેતા માલ્યા પલાયન થયો હતો
  • લંડનની મેજિસ્ટ્રિટ કોર્ટના નિર્ણયને આપ્યો પડકાર

ઉલ્લેખનીય છે કે છેતરપિંડી અને મનિ લોન્ડ્રિંગ મામલે વિજય માલ્યા વિરુદ્ધ ફરિયાદ નોંઘાઈ હતી.મંગળવારના રોજથી લંડનની કોર્ટમાં તેના વિરુદ્ધ સુવાનણી શરુ થઈ ચૂકી છે,ભગોડા માલ્યા વિરુદ્ધ લંડનની હાઈકોર્ટમાં શરુ થયેલી આ સુનાવણી ત્રણ દિવસ સુધી ચાલશે.

ડિસેમ્બર વર્ષ 2018ની શરૂઆતમાં લંડન મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને બ્રિટનને ભારતમાંથી પ્રત્યાર્પણ કરવા જણાવ્યું હતું. છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરી રહેલા અને શરાબનો કારોબાર ધરાવનાર વિજય માલ્યાએ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે.

મંગળવારના રોજ વિજય માલ્યા જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેમણે  કેસ અંગે કોઈ પણ જાતની વાત કરવાની મનાઈ ફરમાવી હતી,તેમણે મીડિયાને કહ્યું કે, “નવા વર્ષની ખપબ શુભેચ્છાઓ, તમને તમામને અહીયા જોઈને આનંદ થયો, હું કેસ અંગે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવા નથી ઈચ્છતો,હું માત્ર અહીં સાઁભળવા જ આવ્યો છું.”

તે સાથે જ માલ્યાના વકીલે દાવો કર્યો છે કે,મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં ઘણી ભૂલો હતી. ક્લિયર મોન્ટગોમેરીએ પોતાની દલીલ રજુ કરતા કહ્યું કે, જ્યારે માલ્યાએ તેની કિંગફિશર એરલાઇન્સ માટે થોડી લોન માંગી હતી ત્યારે છેતરપિંડી કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો.માલ્યાના વકીલનું કહેવું માલ્યા રાતોરાત ભાગી જનાર વ્યક્તિમાંથી નહોતો,પરંતુ  એક સમૃદ્ધ વ્યક્તિ હતો અને તે પોંજી સ્કિમ જેવો કોઈ જ પ્રકારનો વ્યવસાય નહોતો કરી રહ્યો,પરંતુ નામાંકિત એરલાઈન્સનું સંચાલન કરી રહ્યો હતો, તે સાથે જ તે અનેક બીજી ભારતીય એરલાઈન્સની સાથે આર્થિક બદનસીબનો શિકાર થયો.

ઉલ્લેખનીય છે કે,વર્ષ 2017મા ભારતમાં વિજય માલ્યા વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી જેનો માલ્યાએ વિરોધ કર્યો હતો,તાજેતરમાં માલ્યા જમાનત પર લંડનમાં છે,વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રીટની અદાલત મારફત 10 ડિસેમ્બર વર્ષ 2018ના રોજ પ્રત્યાર્પણનો આદેશ આપ્યા બાદ તેને નકારતા તે ઉચ્ચ અદાલત પહોંચ્યો હતો.તે સમયે માલ્યાને જ્જએ ગૃહ સચિવ પાસે મોકલ્યો હતો ત્યારે તેણએ ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણની પરવાનગી આપી હતી.

વિજય માલ્યાનું નામ સાંભળીને જ તમને ભગોડો શબ્દ યાદ આવી જાય,કારણ કે સરકાર પાસેથી 9 હજાર કરોડ જેવી લોન લઈને તે લોન ચૂકવવામાં નિષ્ફળ સાબિત થજતા જ 2016મા ભારત દેશમાંથી ગાયબ થઈ ગયો હતો.માલ્યએ પોતાની એરલાઈન્સ કિંગફિશર માટે બેંકો પાસેથી મોટા પ્રમાણમાં લોન લીધી હતી, જો કે દેશ છોડવાની વાતને તેણે વારંવાર નકારી છે,અને હંમેશાથી કહેતો આવ્યો છે કે બેંકો પાસેલ લીધેલ રકમ તે ચૂકવવા તૈયાર છે જો કે અત્યાર સુધી તેણે આ પ્રકારનું પગલું ભર્યું જ નથી.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.