in , , ,

કાશ્મીરી પંડિતોના દર્દની કહાનિ દર્શાવતી વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’- મોશન પોસ્ટર રિલીઝ

  • કાશ્મીરી પંડિતોના દર્દની કહાનિ -શિકારા
  • વિઘુ વિનોદ ચોપરાની ફિલ્મ શિકારાનું પોસ્ટર રિલીઝ
  • ફિલ્મનું ટ્રેલર 7 જાન્યુઆરીએ રિલીઝ થશે
  • ફિલ્મ શિકારા 7 ફેબ્રુઆરી 2020મા રિલીઝ થશે

બૉલિવૂડ જગતમાં તથ્યોને દર્શાવતી અનેક ફિલ્મો આવતી હોય છે જેમાં ક્યારેક ઈતિહાસને પણ વણી લેવામાં આવે છે,આવી ફિલ્મો દ્વારા દેશની તમામ જનતા સુઘી વિતેલા વર્ષોની છબી ઊભી થાય છે,સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઐતિહાસિક પુસ્તક વાંચે તો કદાચ મોટા પ્રમાણના લોકોને કંટાળો આવે પરંતુ જો એજ ઈતિહાસની સ્ટોરી ફિલ્માં વણી લેવામાં આવે તો આ ત્રણ કલાકની ફિલ્મ જોવા દરેક લોકો ઉત્સુક બને છે.

View this post on Instagram

Tees saal baad, humari kahani kahi jayegi… Here is a timeless love story in the worst of times. #Shikara #VidhuVinodChopra @arrahman @foxstarhindi

A post shared by Vidhu Vinod Chopra Films (@vidhuvinodchoprafilms) on

બસ આ રીતે જ દેશના કેન્દ્ર સાશિત પ્રદેશ ગણાતા કાશ્મીરના પંડિતોની સાચી વિતેલી વાર્તાને ફિલ્મમાં દર્શાવવાનો એક સફળ પ્રયત્ન ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એવા વિઘુ વિનોદ ચોપરાએ કર્યો છે.જેમનો જમ્ન પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં થયો છે.વિઘુ વિનોદ ચોપરાએ પ્રોડ્યુર તરીકે સંજુ,વજીર,પીકે,લગે રહો મુન્નાભાઈ,પરીણીતા જેવી નેક ફિલ્મો દર્શકોને આપી છે.

વિઘુ વિનોદ ચોપરા હવે કશ્મીરના પંડિતોની સાચી વેદનાની વાત પોતોની ફિલ્મ ‘શિકારા’માં દર્શાવવા જઈ રહ્યા છે,ફિલ્મ ‘શિકારા’નું મોશન પોસ્ટર રિલીઝ થયું છે,જેમાં શરુઆતમાં કેટલાક લોકો નારા બોલતા હોવાનો અવાજ સાંભળવા મળે છે, “19 જાન્યુઆરી વર્ષ 1990મા આપણે હજારો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું હતું,19 જાન્યુઆરી 2020ના રોજ 30 વર્ષ પછી અમારી કહાનિ કહેવામાં આવશે”

ફિલ્મ ‘શિકારા’નું પ્રોડક્શન ફોક્સ સ્ટાર કરી રહ્યા છે,જેમાં 4 લાખથી વઘુ કાશ્મીરી પંડિતો જે ખીણ વિસ્તારમાંથી પોતાનું વતન છોડીને ભાગે છે તેની પીડાનું વર્ણન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે,ફિલ્મનું ડાયરેક્શન અને પ્રોડક્શન વિઘુ વિનોદ ચોપડા જ કરી રહ્યા છે, આ ફિલ્મનું ટ્રેલર 7 જાન્યુઆરી 2020મા રિલીઝ થશે,અને ફિલ્મ 7 ફેબ્રુઆરી વર્ષ 2020મા રિલીઝ થવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મુંદ્રા: પ્રાગપરના અહિંસાધામના પ્રમુખ રમેશ ગાલાનું હૃદયરોગના હુમલાથી નિધન

અમદાવાદમાં CAA મુદ્દે થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર પાસે માંગ્યો રિપોર્ટ