REGIONALગુજરાતી

ગુજરાતની 90 ટકાથી વધારે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના નિયમોનું ઉલ્લંઘન ?

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ ભડથું થયાં હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરાપડઘા પડ્યાં હતા. દરમિયાન સરકારે વધારે સંખ્યામાં લોકોની અવર-જવર ધરાવતી બિલ્ડીંગોમાં  ફાયર સેફ્ટિ મુદ્દે તપાસના સ્થાનિક તંત્રને આદેશ કર્યાં હતા. રાજ્યમાં હાલ 11500થી વધારે હોસ્પિટલો કાર્યરત છે તે પૈકી 96 ટકા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના સાધનોનો અભાવ, ફાયર સેફ્ટિનું NOC નહીં હોવાનું તથા ફાયર સેફ્ટિના નિયમોનું પાલન નહીં કરતી હોવાનું જાણવા મળે છે. જો આવી જ સ્થિતિ હોય તો ફરીવાર કોઈ હોસ્પિટલમાં આગ લાગે તો મોટી જાનહાની થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ સફાળી જાગેલી સરકારે ફાયર સેફ્ટીના મુદ્દે તપાસ કરવા આદેશ કર્યાં હતા. જેને લઈને સરકારને વિવિધ મહાનગરપાલિકા અને પાલિકાઓ મારફતે મહત્વના ટેડા મળ્યાં હતા. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ડેટા અનુસાર રાજ્યની ગુજરાતની 11554 હોસ્પિટલોમાંથી 96.98 ટકા હોસ્પિટલો પાસે ફાયરનું NOC નથી.

મેગાસિટી અમદાવાદમાં જ 2000 હોસ્પિટલો NOC વિના ધમધમે છે. એટલું જ નહીં સુરતની 92 હોસ્પિટલો પાસે ફાયર NOC નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટીસ મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી તેની માહિતી સરકારને ઉપલબ્ધ નહીં થઈ હોવાનું જાણવા મળે છે. જેથી આ સંખ્યામાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તેમજ કોરોના દર્દીઓની સારવાર કરતી કુલ 127 હોસ્પિટલો પૈકી 55 હોસ્પિટલોમાં ફાયરની NOC નથી. આ ડેટા અનુસાર માત્ર 349 હોસ્પિટલ જ ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરી રહી છે.

Related posts
Nationalગુજરાતી

કોરોના સામેની લડત માટે ટૂંક સયમાં જ આવશે નવી વેક્સિન- ડો, હર્ષવર્ધન

જો, હર્ષવર્ધને કોરોનાકાળને લઈને કહી અનેક વાતો કહ્યું ,દેશ વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્ર રેકોર્ડ સમયમાં કોરોનાને લડત આપી છે દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ…
SPORTSગુજરાતી

ICC વન-ડે રેન્કિંગ: વિરાટ કોહલીનો ટોચ પર દબદબો યથાવત્, રોહિત બીજા ક્રમે

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી-રોહિત શર્મામાં રેન્કિંગમાં દબદબો યથાવત્ ICC વન-ડે રેન્કિંગમાં વિરાટ પ્રથમ ક્રમે અને રોહિત શર્મા દ્વિતીય ક્રમે યથાવત્…
Nationalગુજરાતી

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા - રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 નોંધાઈ

રાજધાનીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા 2.8  દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે ભૂકંપના આચંકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભુકંપની…

Leave a Reply