1. Home
  2. ગુજરાતી
  3. CAA વિરોધ- દિલ્હીમાં હિંસા વકરી – આગ ચાંપવાના બનાવો સહીત ફાયરિંગમાં પોલીસ હેડ કોન્સટેબલનું મોત
CAA વિરોધ- દિલ્હીમાં હિંસા વકરી – આગ ચાંપવાના બનાવો સહીત  ફાયરિંગમાં પોલીસ હેડ કોન્સટેબલનું મોત

CAA વિરોધ- દિલ્હીમાં હિંસા વકરી – આગ ચાંપવાના બનાવો સહીત ફાયરિંગમાં પોલીસ હેડ કોન્સટેબલનું મોત

0

દિલ્હીની પરિસ્થિતિ હાલ ખુબ જ તણાવપૂર્ણ જોવા મળી રહી છે,અહી છેલ્લા કેટલાય સમયથી નાગરીકતા સંશોધન કાયદાને લઈને સખ્ત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે,ત્યારે આજ રોજ દિલ્હીના મોજપુરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને પ્રદર્શન કરનારા લોકો અને સમર્થકો આમને સામને આવતા મામલો બગડ્યો હતો.હિંસા દરમિયાન દિલ્હી પોલીસના હેડ કોન્સટેબલ રતનલાલનું મોત નિપજ્યુ હતું તેઓ એસીપી ગોકુલપુરી ઓફિસમાં ફરજ પર હતા.

આ સમગ્ર મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થયેલી ઝપાઝપી દરમિયાન પોલીસના એક હેડ કોન્સટેબલનું મોત નિપજ્યુ હતું,તે સાથે જ કેટલાક પોલીસ કર્મીઓ ધાયલ પણ થયા હતા,તેમણે જણાવ્યું કે,સોમવારના રોજ કેટલાક વાહનો,દુકાનો અને ઘરોમાં આંગ ચાંપવામાં આવી હતી, હિંસામાં શહાદરાના ડીસીપી અમિત શર્મા પણ ધાયલ થયા હતા,જેઓને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યા તેઓ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે,સીએએને લઈને બન્ને પક્ષોમાં ઉગ્ર લડત ચાલી રહી હતી. મૌજપુરમાં સીએએના ટેકેદારો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું. બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગ પણ કર્યુ હતુ. આ હોબાળો રાત્રે 11 વાગ્યે શરૂ થયો હતો જે આજ રોજ બપોરના 2 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.જો કે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જતા પોલીસા કાર્યવાહી પણ કરવી પડી હતી.આ ઘટનામાં પ્રદર્શન કરનારાઓએ ઘણા મકાનો પણ બાળી નાખ્યા છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.