1. Home
  2. ગુજરાતી
  3. કિંગ ખાનના સોંગ પર તેજસ ગંભીર નામના યુવકનું વાયરલ થયું ‘કોરોના સોંગ’ –કોરોના કોરોના ક રોના…..
કિંગ ખાનના સોંગ પર તેજસ ગંભીર નામના યુવકનું વાયરલ થયું ‘કોરોના સોંગ’ –કોરોના કોરોના ક રોના…..

કિંગ ખાનના સોંગ પર તેજસ ગંભીર નામના યુવકનું વાયરલ થયું ‘કોરોના સોંગ’ –કોરોના કોરોના ક રોના…..

0
  • સુનોના સુનોના સનલોના—–કોરોના કોરોના કારોના સોંગ થયુ વાયરસ
  • મનોરંજન અને લોકોને મેસેજ આપતુ કોરોના સોંગ
  • તેજસ ગંભીર નામનો યુવક સોશિયલ મીડિયામાં છવાયો
  • ફેસબુક પર તેણે પોસ્ટ કર્યુ કોરોના સોંગ
  • ગણતરીના કલાકોમાંથ આ સોંગ વાયરલ
  • તેજસે કહ્યું-કોપી રાઈટનું ઉલ્લંધન કરવાનો કોઈ ઈરાદો નથી

દેશભરમાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે ઘણા લોકોએ કોરોના પર ભોજપુરીમાં સોંગ બનાવીને લોકોને જાગૃત કરવાનો નાનકડો પ્રયાસ હાથ ધર્યો હતો,ત્યારે હવે હિન્દી ભાષામાં પણ કોરોનાનું સોંગ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

મનોરંજનની દુનિયામાં પણ હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે,પરુંતુ  સમગ્ર મહામારી વચ્ચે કેટલાક કલાકારો પણ છે કે જેઓ આ પ્રકારની સ્થિતિમાં પણ લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે, કોરોનાનું હિન્દી સોંગ બનાવીને લોકો સુધી પોઝેટિવ મેસેજ પહોચાડવાનું કામ કરે છે.તાજેતરમાં જ આ હિન્દી સોંગે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે.

https://www.youtube.com/watch?v=mfg-ggscXrg

તેજસ ગંભીર નામના યુવકે આ સોંગ ગાયુ છે અને મ્યૂઝિક પણ તેણે પોતેજ આપ્યું છે, વર્ષ 2003મા રિલીઝ થયેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ચલતે ચલતેનું સોંગ સુનોના સુનોના સુનલોના,,,આવ્યું હતું ત્યારે તેજસે આજ સોંગની ઘુન પર કોરોના કોરોના કરો ના….પોતે લખીને ગાયુ છે.

કોરોનાના  સોંગમાં તેજસે કોરોનાના કારણે જે ભય ફેલાયો છે તેની વાત કરી છે અને તેની સામે કઈ રીતે સાવચેતી કરવી તેની પણ વાત કરી છે,તેજસે ફેસબુક પર આ સોંગ પોસ્ટ કરતા ખુબ જ ટૂંકા સમયગાળામાં આ સોંગ વાયરલ થઈ રહ્યું છે.

કોરોનાના કારણે જનજીવન પર જે અસર પડી રહી છે તેનો ઉલ્લેખ  સોંગમાં કરાયો છે,તે સાથે જ સોંગના એન્ડમાં એક સારો મેસેજ પણ આપવામાં આવ્યો છે,આ સોંગને પોસ્ટ કરતા તેજસે લખ્યું છે કે, “વર્તમાન પરિસ્થિતિ પર કેટલીક પંક્તિઓ લખી છે,આ સમગ્ર રીતે મનોરંજનના ઉદ્દેશ્યથી છે,પેનિક મદદ કરનાર નથી, આરમ કરો,ધર્મ અને જાતિની પરવાહ કર્યા વગર આ ખરાબ સમયમાં એકબીજાની મદદ કરો, સુરક્ષિત રહો, ભગવાન દરેકને આશિર્વાદ આપે.”

તેણે વધુમાં લખ્યુ હતું કે,કોપી રાઈટનો કોઈ જ ભાવ નથી,મૂળ સોંગ સુનોના-સુનોના સુન લો ના અભિજીત ભટ્ટાચાર્ય દ્રારા ગાવામાં આવ્યું હતું,ટી શ્રૃખંલા દ્રારા રજુ કરવામાં આવ્યું છે,તેમણે સાફ લખ્યું છે કે,કોપી રાઈટનું ઉલ્લંધન કરવાની કોઈ જ મનશા નથી.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.