1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO- ગેંડાએ કરી બકરીની નકલ- સોશિયલ મીડિયામાં કુદકા મારતી બકરી અને ગેંડાનો દિલચસ્પ વિડીયો
VIRAL VIDEO- ગેંડાએ કરી બકરીની નકલ- સોશિયલ મીડિયામાં  કુદકા મારતી બકરી અને ગેંડાનો  દિલચસ્પ વિડીયો

VIRAL VIDEO- ગેંડાએ કરી બકરીની નકલ- સોશિયલ મીડિયામાં કુદકા મારતી બકરી અને ગેંડાનો દિલચસ્પ વિડીયો

0

સોશિયલ મીડિયા ખુબઝ ઝડપની અનેક વીડિયો વાયરલ થતા હોય છે,ત્યારે આ બકરી અને ગેંડાનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના એક અઘિકારીએ પોતાના ટ્વિટર હેન્ડલથી આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે, એક ગેંડાને જોઈને એક બકરીને કુતુહલ સર્જાતા તે બકરી કુદકા મારવા લાગે છે, પરંતુ થોડી જ વાર બાદ આ ગેંડો બકરીને જોઈને બકરીની નકલ કરતો હોય તેમ તે પણ કુદકા મારવા લાગે છે.આ વીડિયો ખુબજ દિલચસ્પ છે.

વિતેલી 5 જાન્યુઆરીના રોજ સાંજે આ વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો છે.કેટલાક લોકોએ આ વીડિયોને રિ-ટ્વિટ કર્યો છે તો કેટલાક લોકોએ લાઈક પણ કર્યો છે.તે સાથે જ વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે.માત્ર 16 સેકન્ડનો આ વીડિયો ફેસબુક,ઈન્સ્ટાગ્રામ.ટ્વિટર પર લોકો શેર કરી રહ્યા છે.આ બકરી અને ગેંડાને જોઈને એમ લાગી રહ્યું છે કે બન્ને એકબીજા સાથે ખુબ મસ્તી કરી રહ્યા છે અને એક બીજાની નકલ ઉતારી રહ્યા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.