in ,

ગુજરાતમાં જેહાદી ષડયંત્ર કેસમાં વોન્ટેડ આતંકવાદી અંતે ઝડપાયો

  • યુવાનોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં હતો સામેલ
  • આતંકવાદી સંગઠનોને કરતો હતો આર્થિક મદદ
  • પોલીસની ધોંસ વધતા સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો

અમદાવાદઃ ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોનો બદલે લેવા માટે જેહાદી ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમજ લઘુમતી કોમના કેટલાક યુવાનોને જેહાદના નામે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી શિબિરોમાં તાલીમ પણ અપાવી હતી. આ કેસમાં વર્ષોતી ફરાર યુસુફ અબ્દુલ વહાબ શેખને અંતે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને એટીએસની ટીમે ઝડપી લીધો છે. યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીએ તેને એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી વહાબ શેખ પાકિસ્તાનની આઈએસઆઈ, લશ્કર એ તોયબા અને જૈસ એ મોહમદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરી હિન્દુ નેતાઓની હત્યા કરીને બદલો લઈ આતંક ફેલાવવા માંગતો હતો. આ અંગે 2003માં 82 લોકો વિરૂધ્ધ ગુનો નોઁધાયો હતો. જેમાંથી 12થી વધારે આરોપીઓ ફરાર હતા જ્યારે કેટલાક વિદેશ ભાગી ગયા હતા. ભાજપના યુવા નેતા અને પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના જયદીય પટેલ અને જગદીશ તિવારી ઉપર ગોળીબાર કરીને તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ કેટલાક લોકોને જેહાદના નામે પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં મોકલવા માટે ભારતમાં એક્ટિવ સ્લિપર સેલ દ્વારા મદદ કરવામાં આવતી હતી.

અમદાવાદ પોલીસે જેહાદી ષડયંત્ર કેસની તપાસનો ધમધમાટ શરૂ કરતા યુસુફ અબ્દુલ વહાબ શેખ 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધતી હતી. દરમિયાન ભારત પરત આવતો હોવાની માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને એટીએસની ટીમે તેને એરપોર્ટ ઉપર ઝડપી લીધો છે. તેમજ તેની પૂછપરછ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

યૂપી-છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન શરુ

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ-2 છલકાયોઃ કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ