in , ,

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ ડેમની જળસપાટી વધી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદામાં પણ નવા પાણીની આવક થઈ છે અને ડેમમાં પાણીનું સ્તર 119.85 મીટર ઉપર પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના જળાશયો અને નર્મદા ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી ફેલાઈ છે.

સુરત, વલસાડ અને નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો પણ વાવણીમાં જોતરાયા છે. દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં 13278 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદાની મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવકને કારણે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચ્યું છે. આ ઉપરાંત ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે.

દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં વરસાદના કારણે નવા નીર આવી રહ્યા છે અને પાણીના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 39.26 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે અને તેમાં નવા પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રના 139 જળાશયોના પાણીના સંગ્રહની સ્થિતિ ચિંતાજનક છે. કુલ ક્ષમતા સામે આ જળાશયોમાં હાલ માત્ર 7.32 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 11.35 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 9.43 ટકા પાણીનો જ સંગ્રહ થયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં રોડ સાઈડ રોમિયો બન્યાં બેફામઃ બે સગીરા અને પરિણીતાની છેડતી

મંગ્લોર એરપોર્ટ પર રનવેથી બહાર નીકળ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસનનું વિમાન, ટળી મોટી દુર્ઘટના