in ,

રાજકોટ જિલ્લાના ગામોમાં સિંચાઈ માટે અપાશે આજી-2 ડેમનું પાણી

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. ત્યારે રાજકોટમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે આજી-2 ડેમમાંથી પાણી છોડવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના 8 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

રાજ્યમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી હતી. ત્યાર બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત ખુડૂત મુશ્કેલીમાં મુકાયો છે. દરમિયાન અષાઢી બીજથી જ નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે રાજકોટના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહે તે દિશામાં સરકારે વિચારણા શરૂ કરી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આજી- 2  ડેમમાંથી 70 એમસીએફટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે. જેનો ઉપયોગ સિંચાઈ, ઘાસચારા, માટે થશે. સરકારના આ નિર્ણયથી અડબાલકા, અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારીયાના અંદાજે 2000 એકર વિસ્તારને લાભ થવાનો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટમાં પિતા-પુત્રની જોડીએ સરકારી આવાસની દીવોલોને આપ્યો નવો લૂક

સંસદ પરિસરમાં સ્વચ્છતા અભિયાન, સ્પીકર સહિત સાંસદોએ લગાવ્યું ઝાડૂ