in ,

નર્મદા ડેમમાંથી ખેતી માટે મેઈન કેનાલમાં છોડાયું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ છે. જેથી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. દરમિયાન નર્મદા ડેમમાંથી અષાઢી બીજના શુભ દિવસે ખેડૂતો માટે મુખ્ય કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું. સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલા અષાઢી બીજથી નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે મુખ્ય કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન આજે ડેમમાંથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. મુખ્ય કેનાલમાં 5307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં 13 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 120.03 મીટર ઉપર પહોંચી ગઇ છે. બીજી તરફ નર્મદા ડેમાં પાણીની આવક થતા લોકોમાં પણ ખુશી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતમાં જામ્યું ચોમાસુઃ હાલોલમાં ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ

આર્થિક સર્વેક્ષણ: 7% જીડીપી ગ્રોથરેટનું અનુમાન, જાણો શું કહે છે અર્થતંત્રનો હેલ્થ રિપોર્ટ