Regionalrevoinewsગુજરાતી

સરકાર મેડિકલ સુવિધા આપે તો કોંગ્રેસના કાર્યાલયોને કોવિડમાં ફેરવવા તૈયાર છીએઃ ચાવડા

અમદાવાદ :   રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ કહી છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઇને કૉંગ્રેસે ભાજપને એક ઓફર આપી છે. ગુજરાત સરકારને જયાં પણ જરૂર પડે કૉંગ્રેસનાં કાર્યાલયો કોંવિડ સેન્ટરમાં ફાળવવા કૉંગ્રેસે સરકારને તૈયારી બતાવી છે. ગુજરાત રાજ્યનાં તમામ કૉંગ્રેસ કાર્યાલયો કોંવિડ સેન્ટરમાં ફેરવવા કૉંગ્રેસે પહેલ કરી છે. સાથે જ કહ્યુ કે, કોંગ્રેસ પોતાના કાર્યાલયોની પ્રિમાઇસીસ આપવા તૈયાર છે. સરકારે મેડિકલ સુવિધા આપવી જોઈએ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર મેડિકલ સુવીધા આપવા તૈયાર હોય તો તમામ કોંગ્રેસના કાર્યાલયોને કોવિડ સેન્ટરમાં ફેરવવાની તૈયારી છે. હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતુ હોય ત્યારે નિરો વગાડે તેવુ છે. હાઇકોર્ટ દ્વારા અવારનવાર ઈન્ટરવિંગ કરવું પડે છે આ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સરકાર છે. આવડતનો અભાવ છે અને ઇચ્છાશક્તિનો અભાવ છે. બીજી બાજુ લાખો લોકો સંક્રમિત થતા હોઈ લોકોના જીવ જતા હોય છે. ગુજરાતના લોકો હેરાન પરેશાન થતા હોય એવા સમયમાં પ્રજાને બચાવવા જે ત્વરિત નિર્ણયો લેવા જોઈએ. જે કાર્યવાહી કરવી જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી નથી. નામદાર હાઇકોર્ટ સુઓમોટો કરીને આગળ વધે છે છતાં સરકાર સુધારવાનું નામ નથી લેતી. હાઇકોર્ટ સરકારને લેખિત અને કડક આદેશ આપે એ ગુજરાતની પ્રજા માટે જરૂરી છે. સરકાર કે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય તેઓ નિવેદનબાજી કરવા માટે જાણીતા છે. ગુજરાતમાં ઠેરઠેર હોસ્પિટલોમાં જગ્યા નથી, લોકોના જીવ જઈ રહ્યા છે, અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગી છે. ઇન્જેક્શન લેવા માટે ભટકવું પડે છે. ઇન્જેક્શનની કાળાબજારી થાય છે. ગુજરાતમાં અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર થઈ ચૂક્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સરકાર કોઈ પણ સ્થિતિમાં વહીવટ કરવા માટે સક્ષમ ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply