1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં પહેરો પેપલમ જેકેટ, લૂકને બનાવશે આકર્ષક અને ઠંડીથી પણ બચાવશે
શિયાળામાં પહેરો પેપલમ જેકેટ, લૂકને બનાવશે આકર્ષક અને ઠંડીથી પણ બચાવશે

શિયાળામાં પહેરો પેપલમ જેકેટ, લૂકને બનાવશે આકર્ષક અને ઠંડીથી પણ બચાવશે

0
  • શિયાળામાં પહેરો પેપલમ જેકેટ
  • લૂકને બનાવશે આકર્ષક
  • ઠંડીથી બચવા માટે પણ મદદરૂપ

પેપલમ જેકેટ તમામ પ્રકારના કાપડમાં ઉપલબ્ધ છે.  તમે તેને જીન્સ કે ટ્રાઉઝર સાથે સરળતાથી કેરી કરી શકો છો. આ દિવસોમાં ડેનિમમાં પણ આ જેકેટ્સ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે.એવામાં તમે તેને જીન્સ, સ્કર્ટ વગેરે સાથે પહેરી શકો છો.

મોટાભાગની છોકરીઓ શિયાળામાં સ્કર્ટ પહેરવાનું ટાળે છે,પરંતુ જો તમે યુનિક લુક બનાવવા માંગતા હોવ તો તમે આ જેકેટને સ્કર્ટ સાથે પણ પહેરી શકો છો.સ્કર્ટ સાથે પ્રિન્ટેડ ટાઇટ્સ પહેરો અને બૂટ કેરી કરો.

આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના પેપલમ જેકેટ ઉપલબ્ધ છે.તમે સરળતાથી તેમના મનપસંદ રંગો પસંદ કરી શકો છો.પેપલમ જેકેટમાં એમ્બ્રોઈડરી વર્ક પણ ખૂબ જ સુંદર લાગે છે.

જો કે મોટાભાગના લોકો હવેથી એ પ્રકારના પહેરવેશ તરફ વળ્યા છે જેને એકદમ સાદગી પણ ન બતાવે અને સ્ટાઈલીશ લુક પણ આપે. લોકોને હવે છેલ્લા કેટલાક વર્ષોથી એવા પ્રકારના કપડા વધારે પસંદ છે જેના કારણે તેમના લૂકમાં વધારે આકર્ષકતા આવે અને તેમને દેખાવમાં એકદમ સાદગીવાળું પણ લાગે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.