in ,

ગુજરાતના શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી ટુ-વ્હીલર વાહન ચાલકોને મળી રાહત

  • કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
  • શહેરી વિસ્તારની બહાર હેલ્મેટ ફરજિયાત
  • હાઈવે પર હેલ્મેટ પહેરવુ ફરજિયાત રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમની સાથે તોતિંગ દંડના અમલને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી શહેરી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં હવે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ મરજીયાત કરવામાં આવ્યું છે. હેલમેટને કારણે વારંવાર ટ્રાફિક પોલીસને હાથે પકડાતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.

કૃષિ મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહિ રહે. હેલમેટ મરજિયાત કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતના વિસ્તારોની બહાર હેલ્મેટ ફરજિયાત કરાયો છે. રાજ્ય ધોરીમાર્ગો, પંચાયતના ધોરી માર્ગો ઉપર હેલ્મેટ ફરજિયાત રાખ્યું છે. લોકોને સામાજિક કાર્યોમાં હેલમેટ પહેરવાની અગવડતા આવી રહેતી હતી. જેની અનેક ફરિયાદો સરકાર સામે આવી રહી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગમાં જતા હોય અથવા તો મરણ પ્રસંગમાં જતા હોય તો હેલમેટ ક્યાં રાખવું તેની લોકોની ચિંતા થતી, તેથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો તેનાથી સુખદ સમાચાર આવ્યા છે. સમગ્ર દેશના ટ્રાન્સપોર્ટર્સ ગુજરાતમાં આવતા હોય તેઓએ ઓનલાઇન કામ શરૂ કર્યું છે. ગયા મહિનાની નવેમ્બર મહિનામાં 13 દિવસમાં 19.5 કરોડની આવક થઈ. આરટીઓની આવકમાં વધારો થયો છે.  ખેડૂતોને કમોસમી વરસાદને થયેલા નુકશાનને પગલે ગયા સપ્તાહમાં ચાલે વીમા કંપનીઓને મારા વિભાગ દ્વારા બોલાવવામાં આવી હતી. વીમા કંપનીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે અને વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બિનસચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતીઃ ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ દેખાવો કરે તે પહેલા કરી અટકાયત

જમ્મૂ કાશ્મીર: હિમસ્ખલનની બે ઘટનાઓમાં 4 જવાન શહીદ, બચાવ કામગીરી દરમિયાન શવ મળ્યા