NATIONALગુજરાતી

AGR શું છે -જેના કારણે ટેલિકોમ કંપનીઓના બિઝનેસ પર આવ્યું છે સંકટ

એજીઆર કેસ મામલે સુપ્રિમ કોર્ટએ ટેલિકોમ કંપનીઓને ફરી ફટકાર આપી છે,એજીઆર ચુકવવા માટે તેઓને કોઈ સમયગાળો આપવામાં આવ્યો નથી જે ટેલિકોમ કંપનીઓ માટે એક મોટો પડકાર છે.સરકાર દ્વારા લેવામાં આવતા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ને કારણે, ભારતની ઘણી ટેલિકોમ કંપનીઓ મહામારી વચ્ચે જઝુમી રહી છે.

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) એટલે કે સંચાર મંત્રાલયના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ એટલે કે ડીઓટી દ્વારા ટેલિકોમ કંપનીઓ મારફત લેવામાં આવતી વપરાશ અને લાઇસેંસિંગ ફી છે. જેને બે ભાગોમાં વહેચવામાં આવી  છે -પ્રથમ સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ અને દ્રીતિય લાઇસેંસિંગ ફી, જે અનુક્રમે 3-5% અને 8% છે.

ટેલિકમ્યુનિકેશન્સ વિભાગનું કહેવું હતું  કે, એજીઆરની ગણતરી જે તે ટેલિકોમ કંપનીની કુલ આવક અથવા તો આવકના આધારે જ થવી જોઈએ, જેમાં ડિપોઝિટ ઇન્ટરેસ્ટ અને એસેટ વેચાણ જેવા નોન-ટેલિકોમ સ્રોતોની આવકનો પણ સમાવેશ થાય છે.જ્યારે  બાબતે  ટેલિકોમ કંપનીઓનું કહેવું હતું કે, આ એજીઆરની ગણતરી માત્રને માત્ર ટેલિકોમ સેવાઓમાંથી જે આવક થતી હોય છે તેના આધારે જ થવી જોઈએ.

વર્ષ 2005 માં, ભારતીય સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશનએ સરકારની એજીઆર ગણતરીઓની વ્યાખ્યાને પડકાર આપ્યો હતો, પરંતુ ટેલિકોમ વિવાદોના ઠરાવ અને અપીલ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી) એ બાદમાં સરકારના નિર્ણયને કાયદેસર  માન્યતા આપી હતી અને કંપનીઓની કમાણીમાં તમામ પ્રકારની રસીદને મંજૂરી પણ આપી હતી.

આ સમગ્ર વાતાઘાટા બાદ ટેલિકોમ કંપનીઓએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2019ના રોજ પોતાના રજુ કરેલા આદેશમાં ટેલિકમ્યુનિકેશન્સ વિભાગનું વલણ અપનાવ્યું અને સરકારને ટેલિકોમ કંપનીઓમાંથી લગભગ 94,000 કરોડ રૂપિયાની બાકી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ વસૂલવાની સત્તા આપી દીધી હતી. કોર્ટે ટેલિકોમ કંપનીઓને આ બાકી રકમ ત્રણ મહિનામાં જમા કરાવવા જણાવ્યું છે.

(સાહીન)