in , ,

વરિષ્ઠ પત્રકાર આરનાબ ગોસ્વામી પર હુમલાની પ્રત્યેક બાબતની તપાસની ગુજરાતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની માંગણી

  • રિપબ્લિક ટીવીના એડિટર આરનાબ ગોસ્વામી પર હુમલાનો મામલો
  • આ હુમલાનો ગુજરાતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ કર્યો વિરોધ
  • ઘટના પાછળની પ્રત્યેક બાબતની ઊંડી તપાસની પણ અગ્રણીઓની માંગણી

રિપબ્લિક TV ના એડિટર ઇન ચીફ અને ખ્યાતનામ વરિષ્ઠ પત્રકાર શ્રી આરનાબ ગોસ્વામી ના વાહન ઉપર મુંબઇ ખાતે થયેલ હુમલા સંદર્ભે ગુજરાત ના વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ એ ઉગ્ર વિરોધ કરી આ પ્રકારની ઘટના પાછળના દોરી સંચારથી લઈ પ્રત્યેક બાબત ની ઊંડી તપાસ થવી  જોઈએ તેવી માંગણી કરી છે.

લોકતંત્ર માં અભિપ્રાયભેદ, વૈચારિક વિરોધ, ટીકાત્મક અવલોકન, કે કોઈ પણ પ્રકારે રાજકીય આગેવાનો સંદર્ભે કોઈ અવલોકન કરે તે સ્વાભાવિક બાબત છે અને પ્રચાર માધ્યમોની સ્વતંત્રતાના પ્રાણ સમાન છે, ત્યારે લોકતંત્ર માં વાણી અને વિચારો ની અભિવ્યક્તિ ના સંબંધ માં આવી હુમલાની ઘટના બને તે ક્યારેય પણ સ્વીકારી ન શકાય.

ગુજરાત ના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણીઓએ શ્રી આરનાબ ગોસ્વામી પરના હુમલાની આકરી નિંદા કરી આવી અસહિષ્ણુતા ને કદાપિ સ્થાન ન હોય શકે તેમ ઉમેર્યું છે.

શ્રી વિષ્ણુ પંડ્યા.

(વરિષ્ઠ પત્રકાર અને પદ્મ પુરસ્કાર વિભૂષિત લેખક,  ઇતિહાસવિદ)

પ્રોફેસર કમલેશ જોશીપુરા

(પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી  અને ચેરપરસન લીગલ રિસર્ચ ફાઉન્ડેશન (ઇન્ડિયા) )

શ્રી કલ્પક ત્રિવેદી

(પૂર્વ  ઉપકુલપતિ, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય)

શ્રી કિશોર મકવાણા

(વરિષ્ઠ પત્રકાર વિવેચક અને સમાજ શાસ્ત્રી)

શ્રી રિઝવાન કાદરી

(સભ્ય NMML તીનમૂર્તિ, નવી દિલ્હી)

 શ્રી શિરીષ કાશીકર

(વરિષ્ઠ પત્રકાર, લેખક, સંવાહક પત્રકારત્વ સંસ્થા)

શ્રી અલકેશ પટેલ

રાજકીય વિશ્લેષક

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Media: Luminaries condemn attack on senior journalist Arnab Goswami

COVID-19: S. Jaishankar thanks world leaders for taking good care of Indians