1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી
  4. વોટ્સએપ યુઝર્સ માટે મોટો ખતરો, એલર્ટ જારી
વોટ્સએપ યુઝર્સ માટે મોટો ખતરો, એલર્ટ જારી

વોટ્સએપ યુઝર્સ માટે મોટો ખતરો, એલર્ટ જારી

0
  • મેન-ઇન-ધ મિડલ એટેકની રમત
  • એકાઉન્ટ બેન થવાનું જોખમ
  • બીટા વર્ઝનમાં સોથી પહેલા મળશે નવા ફિચર

વોટ્સએપ યુઝર્સ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. યુઝર્સને વોટ્સએપના ફેંક વર્ઝન વિશે એલર્ટ આપવામાં આવી રહ્યું છે. વોટ્સએપથી જોડાયેલા સમાચારો અને અપડેટ્સને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfoએ વોટ્સએપના મોડિફાઇડ વર્ઝન વિશે ચેતવણી જારી કરી છે.  WABetaInfo એ તેની ટ્વિટમાં લખ્યું છે કે, વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનને સારી પ્રાઈવેસી અને સિક્યોરિટી માટે વધુ સારો વિકલ્પ કહી શકાય નહીં.

આ ટ્વિટમાં એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન આકર્ષક લાગશે, પરંતુ તે એટલું સારું નથી કે તેમના માટે કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવામાં આવે.

મોડિફાઇડ વોટ્સએપ દ્વારા હેકર્સ સરળતાથી યુઝર્સને પોતાનો શિકાર બનાવી શકે છે. આ ફેક વોટ્સએપ ડેવલપર્સ મેન-ઇન-ધ-મિડલ એટેકથી હેકર્સનો ડેટા ચોરી શકે છે. આ એટેકની મદદથી હેકર્સ સોફ્ટવેરને એડિટ કરીને ચેટિંગમાં એક્સેસ કરી શકે છે અને મેસેજને વાચવાની સાથે તેને એડિટ પણ કરી શકે છે.

જારી કરવામાં આવેલી વોર્નિંગમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનને વેરિફાઈ કરી નથી. વળી, જો કોઈ યુઝર તેનો ઉપયોગ કરે છે, તો તેના વોટ્સએપ એકાઉન્ટ પર બેન લગાવી શકાય છે. ઘણી વખત કેટલીક વધુ સુવિધાઓના કારણે યુઝર્સ ઓરીજીનલની બદલે ફેંક વર્ઝનનો ઉપયોગ કરવાનું પ્રારંભ કરે છે. આ સિક્યોરિટી અને પ્રાઈવસી માટે સાચું નથી.

વોટ્સએપનું ઓફિશિયલ વર્ઝનને તમે એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. વળી, જો તમે અન્ય યુઝર્સ કરતા અગાઉ વોટ્સએપની કોઈ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હો, તો આ માટે તમારે વોટ્સએપના બીટા વર્ઝનનો ઉપયોગ કરવો પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.