in ,

ચીની વસ્તુઓના વિરોધ વચ્ચે ગુજરાતમાં ચીની ટેબ્લેટ અને ચીની કંપનીઓની જાહેરાત કેમ?

  • શું ઓપ્પો-વિવોના મોટા મોટા હોર્ડિંગ્સ સરકારની નજરમાં આવશે?
  • પ્રાથમિક શાળાઓમાં ચીની મોબાઈલ ટેબ્લેટનું વિતરણ કેમ?

અમદાવાદઃ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 જવાનો શહીદ થયાં હતા. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર માટે અભિયાન ચાલી રહ્યું છે અને એટલું જ નહી પણ ભારત સરકારે પણ સુરક્ષાના કારણોસર ચાઈનાની 59 જેટલી એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ચીનને આર્થિક રીતે ફટકો મારવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની કેટલીક પ્રાથમિક શાળાઓમાં ચાઈનીઝ બનાવટના ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારની મોટી મોટી વાતો કરતા મીડિયા હાઉસ પણ ચાઈનીઝ પ્રોડક્ટની એડ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. તો શું દેશની સુરક્ષાની જવાબદારી મીડિયા અને જે તે રાજ્ય સરકારની નથી.? તેવા પણ સવાલો ઉભા થયાં છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર નસવાડી તાલુકામાં આવેલી 256 પ્રાથમિક શાળાઓમાં ચીનના વુહાન શહેરની બનાવટના ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નસવાડી બીઆરસી કચેરી ખાતેથી શાળાના મુખ્ય શિક્ષકને ટેબ્લેટ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને એટલું જ નહીં શિક્ષણ સાથે જોડાયેલી તમામ કામગીરી આ ટેબ્લેટથી કરવામાં આવશે. સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફેલાયો છે એટલું જ નહીં ચીનની વસ્તુઓના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જ ચીન બનાવટના ટેબલેટનું વિતરણ કરવાની ઘટના સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પણ છેલ્લા કેટલાક વર્ષોથી ટેબલેટનું વિતરણ કરવામાં આવે છે. એક ટેબલેટ રૂ. એક હજારની કિંમતનું હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત વિવિધ ખાનગી ટીવી ચેનલ અને ન્યૂઝ પેપર એક બાજુ ચીનની વસ્તુઓના બહિષ્કારના સમાચાર લોકો સુધી પહોંચાડે છે તો બીજી તરફ ચાઈનીઝ પ્રોડક્ટની એડ પબ્લીશ કરીને લોકોને ચાઈનીઝ વસ્તુઓ લેવા માટે પ્રોત્સાહન પણ પુરુ પાડવાની કામગીરી કરી રહ્યું છે. આવા સમયમાં દેશની જનતા માટે આવી ટીવી ચેનલ અને ન્યૂઝ પેપર ચીની પ્રોડક્ટની જાહેરાત પબ્લીશ કરવાનુ બંધ ન કરી શકે તેવા પણ પ્રશ્નો લોકોને વિચાર કરવા મજબૂર કરી રહ્યા છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વીવો અને ઓપો જેવા ચાઈનીઝ મોબાઈલ ફોનની જાહેરાતના મોટા-મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે. ત્યારે આર્થિક નુકશાનને ભુલીને દેશ હિતમાં આવી જાહેરાતોને તંત્ર વિરોધ કરીને ઉતારી ન શકે તેવા સવાલો પણ ઉભા થયાં છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્વે ભાજપ એકશનમાં

ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ ચીનની પ્રતિક્રિયા આવી સામે, ચીને કહ્યું…