- શું લોકડાાઉનનો કાલે છેલ્લો દિવસ હશે
- લોકડાઉન વધશે કે નહી
- આવતી કાલે પીએમ મોદી દેશને સંબોધન કરશે
- લોકડાઉન અંગેના પ્રશ્નોનું આવશે નિવારણ
કોરોના વાયરસની ગંભીર સ્થિતિ વચ્ચે મંગળવારના રોજ દેશમાં લાગુ કરાયેલ 21 દિવસના લોકડાઉનનો અંત આવનાર છે.ત્યારે દેશના દરેક લોકોના મનમાં આ વાતને લઈને અનેક પ્રશ્નો ઉદ્રભવી રહ્યા છે,આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કરનાર છે.
ગઈકાલે સવારે દસ વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધન કરશે.દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે અને દેશમાં લાગુ કરાયેલ 21 દિવસનો લોકડાઉન સમયગાળો મંગળવારે સમાપ્ત પણ થઈ રહ્યો છે. દરેકના મનમાં લોકડાઉન વિશે અનેક પ્રશ્નો પણ છે.આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે દસ વાગ્યે આ મુદ્દે રાષ્ટ્રને સંબોધન કરનાર છે ત્યારે દેશના તમામ લોકો આ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન લોકડાઉન અંગેની નવીનતમ માહિતી આપી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
પ્રધાનમંત્રી 14 એપ્રિલ 2020ના રોજ સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.પીએમઓ ઇન્ડિયા એપ્રિલ 13, 2020ના રોજ વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ચોથી વખત હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસના મુદ્દે દેશ સાથે સીધા વાતચીત કરશે.આ અગાઉ,તેમણે જનતા કર્ફ્યુ સમયે, 21 દિવસના લોકડાઉન સમયની બાબતે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
લોકડાઉન વધશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસીય લોકડાઉનની જાહેરાત કરી હતી, જે 25 માર્ચથી શરૂ થવાની હતી અને 14 એપ્રિલ સુધી અમલમાં રહેનાર છે.હવે 14 એપ્રિલનો સમય પુરો થવામાં એક જ દિવસની વાર છે, તેથી દરેકના મગજમાં સવાલ એ છે કે શું સરકાર આ લોકડાઉન વધારશે કે નહી. જેના કારણે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર દેશની જનતાને સંબોધન કરનાર છે.
(sahin)