REGIONALSPORTSગુજરાતી

લોકડાઉન વધતા હવે IPL પણ અનિશ્ચિત સમય સુધી લંબાશે

  • ક્રિકેટ ચાહકો માટે નિરાશા જનક સમાચાર
  • આઈપીએલ લંબાશે અનિશ્ચિત સમય સુધી
  • દેશની જનતાના સુરક્ષાને ધ્યાનમાં લેવાશે

સમગ્ર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવામાં આવી છે,આજે પ્રથમ તબક્કાના લોકડાઉનને 21 દિવસ પુરા થયા હતા તો સાથે જ સવારના 10 વાગ્યે દેશના પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને લોકડાઉનની અવધિ વધારીને 3 મે સુધીની કરી છે,ત્યારે આ લોકડાઉનની અસર સમગ્ર વિશ્વના રમત જગત પર પણ થયેલી જોઈ શકાય છે.

પ્રધાન મંત્રી મોદીએ લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ જ ઇન્ડિયન પ્રીમિયર લીગની શરુ થનારી 13મી સીઝન પણ હવે અનિશ્ચિ સમય સુધી સ્થગિત કરવામાં આવે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સમગ્ર બાબતે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યકર્તાઓ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે,”લોકડાઉન વધારવાના કારણે IPL પણ સ્થગિત કરવામાં આવી શકે છે. જો કે આ વિષય બાબતે હજુ ચર્ચા-વિચારણા કરીને ચોક્કસ નિર્ણય બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલની 13મી આ વર્ષની સીઝનની વિતેલી 29 માર્ચથી શર થવાની હતી,પરંતુ લોકડાઉનના કારણે આ મેચ 15 એપ્રિલ સુધી સ્થગિત કરાઈ હતી.

(sahin)

Related posts
DefenceEnglish

India’s Hawk-i programme: HAL successfully test fires Smart Anti-Airfield Weapon

New Delhi: The Hindustan Aeronautics Limited (HAL) on Thursday test fired a small Smart Anti-Airfield Weapon (SAAW) successfully under the indigenous Hawk-i…
Nationalગુજરાતી

પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટના પ્રોડક્શન પ્લાન્ટમાં લાગી આગ 

કોરોના વેક્સીન બનાવતી સીરમ ઇન્સ્ટીટયુટમાં આગ  ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે  આગ લાગવાનું કારણ અકબંધ  મહારાષ્ટ્રના પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટના એક ભાગમાં આગ…
SPORTSગુજરાતી

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશને લઈ વિચારણા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી ઉપર ટેસ્ટ સિરિઝમાં 2-1થી પરાજય આપનારી ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ અને ટી-20 મેચ…

Leave a Reply