1. Home
  2. Regional
  3. ક્રિકેટ વર્લ્ડકપમાં આજે બે મહત્વના મુકાબલા
ક્રિકેટ વર્લ્ડકપમાં આજે બે મહત્વના મુકાબલા

ક્રિકેટ વર્લ્ડકપમાં આજે બે મહત્વના મુકાબલા

0

લંડનઃ વર્લ્ડકપમાં આજે 2 મેચ રમાવાની છે. પહેલી મેચ સોફિયા ગાર્ડન ખાતે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે છે. જયારે બીજી મેચ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે. ન્યુઝીલેન્ડનું ફોર્મ જોતા શ્રીલંકા માટે જીત મેળવવી મુશ્કેલ બની રહેશે. જ્યારે આસ્ટ્રેલિયા આ મેચમાં અફઘાનિસ્થાનને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં.  કિવિઝની ટીમ છેલ્લા 1 વર્ષમાં રમેલી 14માંથી 8 વનડે જીતી છે. જયારે 5 હાર્યું છે અને 1 મેચમાં પરિણામ આવ્યું ન હતું. અફઘાનિસ્થાનની ટીમે પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને માત આપી હતી.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા અત્યાર સુધી 98 વન-ડે મેચ રમ્યા છે. તેમાં કિવિઝ 48 મેચ જીત્યું છે તો લંકા 41 મેચ જીત્યું છે. 1 મેચ ટાઈ અને 8 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને છેલ્લે 31 ડિસેમ્બર 2015માં હરાવ્યું હતું. બંને દેશ વચ્ચેની છેલ્લી 5 વનડેમાંથી 4 મેચ ન્યુઝીલેન્ડ જીત્યું અને 1 મેચનું રિઝલ્ટ આવ્યું નથી. રોઝ ટેલર અત્યારે પોતાના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે છેલ્લી 10 વનડેમાં 77ની એવરેજથી 539 રન કર્યા છે. ઓપનર હેનરી નિકોલસ પણ સારા ફોર્મમાં છે. તેણે છેલ્લી 10 વનડેમાં 46ની એવરેજ અને 90ની સ્ટ્રાઇક રેટથી 371 રન બનાવ્યા છે. બોલિંગમાં કિવિઝ પાસે ટ્રેન્ટ બોલ્ટ જેવો અનુભવી બોલર છે. બોલ્ટે છેલ્લા 4 વર્ષમાં પહેલા પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લીધી છે.

શ્રીલંકાની અત્યારે એકમાત્ર તાકત તેના ઓલરાઉન્ડર થિસારા પરેરાનું પ્રદર્શન છે. તેણે છેલ્લા એક વર્ષમાં ઓલરાઉન્ડ દેખાવ કરતા બેટ વડે 31.16ની એવરેજથી 561 રન અને બોલ વડે 21 વિકેટ ઝડપી છે. શ્રીલંકા ટીમના છેલ્લા 2 વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં 9 કેપ્ટ્ન બદલ્યા છે. એન્જલો મેથ્યુઝ અને કોચ ચંદિકા હથુરાસિંઘ વચ્ચે મતભેદ જગજાહેર છે.

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2019ની ચોથી મેચ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયા માટે વાપસી કરતા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સારા ફોર્મમાં છે. જોકે તેઓ અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં, અફઘાને પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને માત આપી હતી. જૂન 2017થી માર્ચ 2019 આ 20 મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે 26માંથી માત્ર 4 વનડે જીતી હતી. વર્લ્ડકપમાં ભાગ લેતી તમામ ટીમોમાં આ સૌથી ખરાબ વિનિંગ રેશિયો હતો. 2 મહિના પહેલા ક્રિકેટ પંડિતો એવી ગણતરી કરવા લાગ્યા હતા કે કાંગારું વર્લ્ડકપમાં કોઈ પણ પ્રકારની લડત આપશે નહીં. પરંતુ તે પછી ડિફેન્ડિંગ ચેમ્પિયને ભારતને તેના ઘરઆંગણે હરાવ્યું હતું અને પાકિસ્તાનનો પણ વ્હાઇટ વોશ કર્યો હતો. તે સાથે જ અચાનક ઓસ્ટ્રેલિયા સારું પ્રદર્શન કરશે તેવી આશા વધી. અફઘાનિસ્તાનના સ્પિનર્સ રાશિદ ખાન, મોહમ્મદ નાબી અને મુજિબ ઉર રહેમાનને પીચમાંથી મદદ મળે તો મેચ રસપ્રદ બની શકે છે.

LEAVE YOUR COMMENT