1. Home
  2. ગુજરાતી
  3. સમગ્ર વિશ્વમાં કોરોનાના લાખો કેસ -જાણો કોરોના અંગે WHOએ શું કહ્યું
સમગ્ર વિશ્વમાં કોરોનાના લાખો કેસ -જાણો કોરોના અંગે WHOએ શું કહ્યું

સમગ્ર વિશ્વમાં કોરોનાના લાખો કેસ -જાણો કોરોના અંગે WHOએ શું કહ્યું

0
  • વિશ્વભરમાં કોરોનાનો કહેર
  • વિશ્વભરમાં અત્યાર સુધી 83 લાખથી પણ વધુ કેસ
  • છેલ્લા બે જ મહિનામાં 60 લાખથી પણ વધુ કેસ નોંધાયા
  • વિશ્વમાં કોરોનાની ગતિ વધી રહી છે-WHO
  • બ્રાઝિલમાં કોરોનાના 9 લાખ કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાએ મહામારી ફેલાવી ત્યારે આજ રોજ કોરોનાની સંખ્યા વિશ્વમાં 83 લાખનો આંકડો પાર કરી ચૂકી છે તો તેની સામે અત્યાર સુધી 4 લાખ થઈ પણ વધુ લોકોએ કોરોનાના સંક્રમનણમાં જીવ ગુમાવ્યા છે.તો તેની સામે 43 લાખથી પણ વધુ દર્દીઓ સાજા થયો છે,

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિર્દેશક ટ્રેડોસ ગેબ્રેસિએે આ કોરોના બાબતે જણાવ્યું કે, વિશ્વમાં કોરોનાની ગતિ વધઈ રહેલી જોવા મળે છે,કોરોનાના શરુઆતચના બે મહિનામાં 85 હજાર કેસ સામે આવ્યા હતા અને ત્યાર પછીના બીજા બે મહિનામાં જ 60 લાખ કેસ નોંધાય ચૂક્યા છે.

WHOએ વધુમાં જણાવ્યું કે,ક બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્રારા સ્ટેરોઈડ દવા ડેક્સામેથાસોનનું કોરોના દર્દી પર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેના કારણે જ લગભગ ત્રીજા ભાગો મૃત્યુ દર ઓછો થયેલો જોવા મળી રહ્યો છે.આ સાથે જ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં અત્યાર સુધી ચાર લાખ 35 હજારથી વધારે લોકોના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરીકામાં પણ કોરોનાની મહામારીએ આંતક જમાવ્યો છે,અમેરીકા જેવો દેશ કે જે કોઈ પણ બાબતે પીછેહટ નહોતો તે દેશે પણ કોરોના વાયરસની જંગ સામે ઘુંટણટેકવાનો વારો આવ્યો છે,ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનાઓછી જુદા-જુદા દેશઓમાં કોરોના માટે રસીની શોધ અનેક દવાઓની શોધ થઈ રહી છે જો કે હજુ કોઈ ચોક્કસ પરિણામ જોવા મળ્યું નથી.

અમેરિકાના ઓક્લાહામામાં લોકડાઉન ખુલ્લુ મુકવામાં આવતા જ લોકોની અવર જવર ફરી જોવા મળી રહી છે,જો કે માસ્ક પહેરવું લોકો માટે હવે ફરજીયાત છે,અમેરીકાની રાજધાની ન્યૂયોર્કમાં પણ કોરોનાએ કહેર ફેલાવ્યો છે,જ્યા સૌથી વધુ કેસ સામે આવી રહ્યો છે તો એક તરફ કોરોનાનો માર ઝેલી રહેલા અમેરીકાના લેટિન અમેરિકાની સરકારે દેશમાં ભૂખમરાની સમસ્યા ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે,તો બીજી બાજુ અમેરીકામાં છેલ્લા 24 કલાકમાં જ 25 હજાર નવા કેસો સામે આવ્યા છે.અત્યાર સુધી સંક્રમીચોની સંખ્યા 22 લાખને પાર હતી તેમાંથી 1 લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

બીજી તરફ કોરોના વાયરસ ઉત્પન્ન થયો તેવા પાડોશી દેશ ચીનની રાજધાની બેઈજિંગમાં ત્રણ લાખ 56 હજાર લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ લોકો વાઈરસના ક્લસ્ટર એક ફૂડ માર્કેટના સંપર્કમાં આવ્યા હતા જેથી આ તમામનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

દેશ બ્રાઝીલમાં પણ કોરોનાના સંક્રમણનો આંકડો ઝડપથી વધતો દેખાઈ રહ્યો છે. અહીં કોરોનાના કેસે 9 લાખ 28 હજારનો આંકડો પાર કર્યો છે. 45 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 35 હજાર જેટલા કેસ નોંધાયા છે અને તે અમેરિકા પછી બીજો સૌથી સંક્રમિત દેશ છે.

આ કોરોના વાયરસની મહામારી દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફેડરલ સિક્યુરિટી સર્વિસના નિર્દેશક સાથે એક ખાસ બેઠક યોજી હતી.રશિયમાં 24 કલાકમાં 7900થી વધુ કેસ નોંધાયા છે અને 194 લોકોના મોત થયા છે. રશિયા વિશ્વનો ત્રીજો સૌથી વધારે સંક્રમણ ધરાવતો દેશ સાબહિત થયો છે. અહીં 5 લાખ 53 હજારથી પણ વધારે કોરોના વાયરસના પોઝિટિવ કેસ છે .

સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે,લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં ગરીબીમાં જીવી રહેલા 8 કરોડથી પણ વધારે લોકો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે તે બાબતને કોઈ નકારી શકે તેમ નથી.ત્યારે આ મહામારીના કારણે આ દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. UNએ આ દેશોમાં રહેનાર લોકોની મદદ કરવા માટે આંતરાષ્ટ્રિય એકતાની અપીલ પણ કરી છે.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.