1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાને લઈને લોકો માટે રાહતના સમાચાર, ભારતની સફળતાથી થશે તમામ ભારતીયોને ફાયદો
કોરોનાને લઈને લોકો માટે રાહતના સમાચાર, ભારતની સફળતાથી થશે તમામ ભારતીયોને ફાયદો

કોરોનાને લઈને લોકો માટે રાહતના સમાચાર, ભારતની સફળતાથી થશે તમામ ભારતીયોને ફાયદો

0
  • વિજ્ઞાનીઓને સફળતાથી ભારતીયોને થશે ફાયદો
  • સરળતાથી અને ઝડપથી થઈ શકશે કોરોના ટેસ્ટ
  • દુનિયાની સૌથી સસ્તી કોરોના ટેસ્ટિંગ કીટ લોન્ચ
  • થોડા કલાકોમાં મળશે કોરોના સંક્રમણના તપાસના પરિણામો

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળે છે ત્યારે ભારતના આઈઆઈટી દિલ્હી એવી કોરોનાવાયરસની કીટ બનાવી છે જેનાથી ભારતીયોને તથા દેશને અનેક અંશે ફાયદો થવાનો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે હાલ ભારતમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કોરોનાવાયરસના કેસ આવી રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુધવારના દિવસે ભારતે વિશ્વની સૌથી સસ્તી કોરોના કીટ તૈયાર કરી છે અને તેને લોન્ચ પણ કરી છે. આ કિટ આઈઆઈટી દિલ્હી દ્વારા બનાવવામાં આવી છે. કીટનું નામ કોરોશ્યોર રાખવામાં આવ્યું છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશકે બુધવારે કોરોશ્યોર ટેસ્ટિંગ કીટ લોન્ચ કરી હતી. આ કીટ 85 મિનિટમાં કોરોના સંક્રમણ ચકાસવાના સો ટકા સાચા પરિણામો આપશે. હાલમાં કોરોના ટેસ્ટિંગ માટે નમૂના લેવામાં આવે છે અને તેના પરિણામ કલાકો પછી આવે છે, જ્યારે આઈઆઈટી દિલ્હીની ટીમે તૈયાર કરેલી કીટ ટેસ્ટ-ફ્રી સિસ્ટમ હેઠળ કામ કરે છે.

આ કીટનો ઘર પર ઉપયોગ કરવો સરળ હશે. આ ટેસ્ટિંગ કીટની કિંમત 650 રૂપિયા સુધીની છે. જ્યારે વર્તમાનમાં કોરોના ટેસ્ટ માટે 2400 થી 5000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

આઇઆઇટી દિલ્હી દ્વારા વિકસિત આ પદ્ધતિ ‘પ્રોબ-ફ્રી’ છે, જે ચોકસાઈ પર સમાધાન કર્યા વિના અતિશય ટેસ્ટિંગ ખર્ચ ઘટાડે છે અને 100% સાચા પરિણામ આપે છે. ખાસ વાત એ છે કે આઈઆઈટી દિલ્હી એ દેશની પહેલી આવી શૈક્ષણિક સંસ્થા છે, જેની ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે.

જો કે હાલ ભારતમાં કોરોનાવાયરસના ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી સમયમાં જે રીતે લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે તેમાં વધારો થવાની સંભાવના પણ રહેલી છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.