1. Home
  2. revoinews
  3. યુપીનું આ શહેર દેશનું સૌથી સુંદર ફિલ્મ સિટી હશે
યુપીનું આ શહેર દેશનું સૌથી સુંદર ફિલ્મ સિટી હશે

યુપીનું આ શહેર દેશનું સૌથી સુંદર ફિલ્મ સિટી હશે

0
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નવું સપનું
  • નવી ફિલ્મ સિટી માટે નોઇડા અથવા ગ્રેટર નોઈડાની પસંદગી
  • અમે દેશનું સૌથી સુંદર ફિલ્મ સિટી બનાવીશું – યોગી આદિત્યનાથ

દિલ્લી: મહારાષ્ટ્રની ફિલ્મ નગરીમાં મચેલા બબાલ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી સુંદર ફિલ્મ સિટી બનાવવાની વાત કરી છે. નવી ફિલ્મ સિટી માટે નોઇડા અથવા ગ્રેટર નોઈડાની પસંદગી કરવામાં આવી છે અને સાથે જ સીએમએ અધિકારીઓને આ માટે એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી છે.

સીએમ યોગીએ કહ્યું કે અમે દેશનું સૌથી સુંદર ફિલ્મ સિટી બનાવીશું. નવી ફિલ્મ સિટી નોઇડા અથવા ગ્રેટર નોઇડામાં હોઈ શકે છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને આ માટે એક એક્શન પ્લાન તૈયાર કરતી વખતે કહ્યું કે શાસકીય યોજનાઓનો લાભ પાત્ર લોકો સુધી પહોંચવો જોઈએ.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હાલના સંજોગોમાં દેશને એક સારા ફિલ્મ સિટીની આવશ્યકતા છે. ઉત્તર પ્રદેશ આ જવાબદારી લેવા તૈયાર છે. અમે એક ઉમદા ફિલ્મ સિટી તૈયાર કરીશું. ફિલ્મ સિટી માટે નોઇડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસ વેનો વિસ્તાર વધુ સારો રહેશે.

તેમણે આગળ કહ્યું કે, આ ફિલ્મ સિટી ફિલ્મ નિર્માતાઓને એક વધુ સારો વિકલ્પ ઉપલબ્ધ કરશે, તેમ જ રોજગાર પેદા કરવાના સંદર્ભમાં ખૂબ ઉપયોગી પ્રયાસ કરશે.

આ સાથે મુખ્યમંત્રીએ મેરઠ વિભાગના હાપુડ, બાગપત, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહેરના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી. તેમણે તેમના સરકારી નિવાસસ્થાનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમીક્ષા બેઠક યોજી હતી.

_Devanshi

LEAVE YOUR COMMENT