1. Home
  2. Political
  3. યોગી સરકારના પ્રધાનની પુત્રીએ આશિર્વાદ માંગ્યા, ‘ગુંડાઓથી મોટી ગુંડી બની જવું!’
યોગી સરકારના પ્રધાનની પુત્રીએ આશિર્વાદ માંગ્યા, ‘ગુંડાઓથી મોટી ગુંડી બની જવું!’

યોગી સરકારના પ્રધાનની પુત્રીએ આશિર્વાદ માંગ્યા, ‘ગુંડાઓથી મોટી ગુંડી બની જવું!’

0

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી અને લોકસભા ચૂંટણી માટે બદાયૂંથી ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંઘમિત્રા મૌર્ય એક ચૂંટણી સભામાં કહેતા સંભળાઈ રહ્યા છે કે જો તમારી વચ્ચે કોઈ ગુંડાગર્દી કરવા આવે છે, તો તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા મૌર્ય બની જશે. આ વીડિયોના વાઈરલ થવાને કારણે રાજકીય ગરમાવામાં વધારો થવાના આસાર છે. આ જિલ્લના એસડીએએ સંઘમિત્રા મૌર્યના આખા કાર્યક્રમમનો વીડિયો મંગાવ્યો છે. જણાવવામાં આવે છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચારમાં લાગેલા ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યે કહ્યું છે કે તમારો આશિર્વાદ મને આપો, જો તમારી વચ્ચે કોઈ ગુંડાગર્દી કરવા આવે છે, તો તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા બની જશે. જો કોઈએ અહીં તમારા સમ્માન, સ્વાભિમાન સાથે ખિલવાડ કરવાની કોશિશ કરી, તો આ સંઘમિત્રા મૌર્ય તેનાથી પણ મોટી ગુંડી બની જશે. મહત્વપૂર્ણ છે કે વાઈરલ થયેલા આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્ય યુપીના બદાયૂં લોકસભા મતવિસ્તાર હેઠળના ગુન્નૌર વિધાનસભા ક્ષેત્રના લોકોને સંબોધિત કરી રહ્યા હતા.

સંઘમિત્રા મૌર્યે સભા દરમિયાન સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ છે કે હવે રાજ્યની જનતાને કોઈ ગુંડાથી ડરવાની જરૂરત નથી. આગળ તેમણે કહ્યુ છે કે જ્યારે તેમણે મૈનપુરીથી ચૂંટણી લડી હતી, ત્યારે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવને આઝમગઢથી ચૂંટણી લડવી પડી હતી. સંઘમિત્રા મૌર્યે કહ્યું છે કે આ વખતે તેઓ બદાયૂં લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેવામાં જો કાકાને તેમણે આઝમગઢથી લડવા માટે મજબૂર કરી દીધા હતા, તો તેમના ભત્રીજાની શું ક્ષમતા છે?

tags:

LEAVE YOUR COMMENT