revoinews

કોરોના પર કડક કેજરીવાલ, હવે દિલ્લીમાં માસ્ક નહીં પહેરનારને થશે રૂપિયા 2000નો દંડ

  • દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત
  • દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર હવે 2 હજારનો દંડ
  • કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય

દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસએ બિહામણું સ્વરૂપ ધારણા કર્યું છે. કોરોનાના વધતા જતા કેસને કારણે દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે માસ્ક નહીં પહેરનારાઓને 2 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. અત્યાર સુધી 500 રૂપિયાનો દંડ હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઉપરાજ્યપાલને મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ કોરોનાને કેવી રીતે રોકી શકાય તે અંગે દિલ્હીમાં સર્વદલીય બેઠક બોલાવવામાં આવી હતી. મીટીંગમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા, વિપક્ષ નેતા રામવીર બિધૂરી, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરી, જયકિશન અને આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ સામેલ થયા હતા.

છઠને લઈને કરવામાં આવી આ અપીલ

સીએમ કેજરીવાલે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે લોકો ધૂમધામથી છઠનો તહેવાર ઉજવે, પરંતુ સાર્વજનિક સ્થળોએ ન ઉજવો. તેમણે કહ્યું કે, ઘણી રાજ્ય સરકારોએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમે પણ ઇચ્છીએ છીએ કે, કોરોના ન ફેલાય, તેથી તમને લોકોને વિનંતી છે કે ઘર પર જ છઠનો તહેવાર ઉજવો.

રાજકારણ માટે અત્યારે સમય નથી- કેજરીવાલ

વીડિયો કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલે કહ્યું,’સર્વદલીય બેઠકમાં મેં તમામ દળોને એક જ વાત કહી હતી કે, આ ખૂબ જ મુશ્કેલ સમય છે, અત્યારે રાજકારણ ન થવું જોઈએ,તેના માટે જીવન પડ્યું છે.આપણે થોડા દિવસો માટે રાજકારણને સાઈડમાં રાખવું જોઈએ,આપણે બયાનબાજીને સાઈડમાં રાખવું જોઈએ,આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોને પણ સાઈડમાં કરી દેવા જોઈએ.આ સમય સેવા કરવાનો છે. કેજરીવાલે કહ્યું કે, અન્ય દળોએ તેમનું સમર્થન કરવાની વાત કરી છે.

ગૈર-ગંભીર બીમારીઓની સર્જરી ટળી

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે,જેટલી પણ નોન-ક્રિટિકલ અને પ્લાન્ડ સર્જરી છે. તેને થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવી રહી છે, હોસ્પિટલોને આ માટે કહેવામાં આવ્યું છે. સીએમએ કહ્યું કે,દિલ્હી સરકાર તેની હોસ્પિટલોમાં 663 થી વધુ આઈસીયુ બેડની વ્યવસ્થા કરી રહી છે, સાથે જ કેન્દ્ર સરકારે 750 આઇસીયુ બેડ આપવાની ખાતરી આપી છે.

દિલ્હીમાં કેસ સતત વધી રહ્યા છે

હકીકતમાં દિલ્હીમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસને કારણે 131 લોકોનાં મોત નિપજ્યા હતા. જે દિલ્હીમાં આ વાયરસને કારણે એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં કોરોના વાયરસથી કુલ 7,943 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસના નવા 7,486 કેસ નોંધાયા હતા.

_Devanshi

Related posts
revoinews

દેશમાં લાંબા સમય બાદ ફેબ્રુઆરી મહિનાથી અમેરિકાના વિઝા માટેની કામગીરી હાથ ધરાશે - અરજીની સંખ્યા હાલ મર્યાદીત રખાશે

દિલ્લી: છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે અનેક કામકાજ ઠપ્પ થયા હતા જેમાં વિઝા એસેમ્બલીની કામગીરી પણ બંધ હતી, જો…
Regionalrevoinewsગુજરાતી

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી શરુ નવી સવારી - અનેક સુવિધાથી સજ્જ ક્રુઝની ટિકિટ માત્ર 200 રુપિયા

અમદાવાદીઓ માટે રિવર ફ્રન્ટ પર નવી રાઈડ્સ શરુ માત્ર 200 રુપિયામાં સવારી કરી શરાશે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપી અમદાવાદીઓ…
revoinews

દિલ્હીમાં રિપબ્લિક દિવસની પરેડમાં બાંગ્લાદેશ આર્મીની એક ટીમ લેશે ભાગ

દિલ્હીઃ સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ રિપબ્લિક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભારતની આ ખુશીમાં પડોશી દેશ બાંગ્લાદેશ પણ સામેલ થશે. બાંગ્લાદેશ…

Leave a Reply