1. Home
  2. Political
  3. ગોવામાં ભાજપની સરકારમાં પ્રધાનને બેરોજગારી પર સવાલ કરનાર યુવકની ધરપકડ
ગોવામાં ભાજપની સરકારમાં પ્રધાનને બેરોજગારી પર સવાલ કરનાર યુવકની ધરપકડ

ગોવામાં ભાજપની સરકારમાં પ્રધાનને બેરોજગારી પર સવાલ કરનાર યુવકની ધરપકડ

0

પણજી: ગોવામાં એક યુવકને બેરોજગારી મામલે પ્રધાનને સવાલ કરવો ભારે પડયો. ગોવાના ધારાસભ્ય અને આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેને બેરોજગારી મામલે સવાલ કર્યાના તુરંત બાદ યુવકને ઉત્તર ગોવાના વાલપોઈ મતવિસ્તારમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. આ ઘટના ભાજપના ઉત્તર ગોવા બેઠક પરથી ઉમેદવાર શ્રીપદ નાઈકના પ્રચાર અભિયાન પર ચર્ચા માટે આયોજીત એક બેઠક દરમિયાન ગુરુવારે રાત્રે બન્યો હતો.  

દર્શન ગાંવકર નામના યુવકે રાણેને સવાલ કર્યો હતો કે એક દશકથી વધારે સમય સુધી પ્રધાનના સક્રિય ટેકેદાર રહેવા છતાં તેને નોકરી કેમ મળી નથી?

શુક્રવારે એરેસ્ટ થનારા યુવકે મીડિયાને જણાવ્યું હતું કે મે તેમને માત્ર એટલું પુછયું હતું કે ઘણાં વર્ષોથી મને એક નોકરી આપવાનો વાયદો કરવા છતાં નોકરી કેમ આપવામાં આવી નથી. બેઠકમાં હું એક નોકરીના પ્રધાનના વાયદા સંદર્ભે સવાલ ઉઠાવી રહ્યો હતો, જે વાયદો પુરો થયો નથી અને બેઠક સમાપ્ત થતા જ મારી ધરપકડ કરવામાં આવી હતી.

તેના પર કલમ-151 પ્રમાણે વાલપોઈ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ દ્વારા મામલો નોંધવામાં આવ્યો હતો અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

રાણેએ આ ઘટનાક્રમ પર ટીપ્પણી કરી નથી. પંરતુ પ્રધાનના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે સવાલ ઉઠાવવાની એક રીત હોય છે. દર્શન ગાંવકર ખરાબ વ્યવહાર કરી રહ્યો હતો અને વિપક્ષે તેને તમામને શરમજનક સ્થિતિમાં મૂકવા અને અરાજકતાનું કારણ બનવા માટે ઉશ્કેર્યો હતો. કદાચ  કોઈએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

કોંગ્રેસે શુક્રવારે આ ઘટનાની નિંદા કરતા ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્ય હતો.

કોંગ્રેસના પ્રવક્તા ટ્રેજાનો ડિમેલોએ કહ્યુ છે કે ભાજપ આવી રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને આ તેની હતાશા સુધી પહોંચી ગયું છે. આ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે મુખ્યપ્રધાન પોલીસનો દુરુપયોગ કરે, જે પોતે ગૃહ પ્રધાન પણ છે. કોંગ્રેસ આ કાર્યવાહીને વખોડે છે.

LEAVE YOUR COMMENT